Saturday, September 25, 2021
Homeસુરત : ફેસબુકની મિત્રતા-પ્રેમ પડયો ભારે : બ્રેકઅપ છતાં પૂર્વ પ્રેમીએ એવા...
Array

સુરત : ફેસબુકની મિત્રતા-પ્રેમ પડયો ભારે : બ્રેકઅપ છતાં પૂર્વ પ્રેમીએ એવા ફોટા બતાવ્યા કે બે વખત સગાઈ તૂટી ગઈ

સુરતમાં નાનપુરા વિસ્તારની કોલેજીયન યુવતીએ ફેસબુક પર મિત્રતા થયા બાદ પાંગરેલા પ્રેમસબંધમાં બ્રેકઅપ કર્યું હોવા છતાં સામાજીક પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી સગાઇ તોડાવી નાંખવા ઉપરાંત યુવતી અને તેના પિતાને મારી નાંખવાની ધમકી આપતા મામલો અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. ટેક્સટાઇલ ટ્રેડીંગનો ધંધો કરતો સોહન ઉર્ફે સની સુરાના સગાઇ કરનાર યુવક અને તેના પરિવારને મળી પ્રેમસંબંધ ચાલતો હોવાનું કહેતો હતો.

સુરત શહેરના નાનપુરા વિસ્તારમાં રહેતી કોલેજીયન યુવતી નલિની (ઉ.વ. ૨૧ નામ બદલ્યું છે)ને વર્ષ ૨૦૧૫માં ફેસબુક પર સોહન ઉર્ફે સની રાજુભાઇ સુરાના (ઉ.વ.૨૭ રહે. નાની છીપવાડ, ગોપીપુરા) સાથે મિત્રતા થઇ હતી. શરૃઆતમાં મેસેન્જર પર વાતચીત થયા બાદ તેઓ વચ્ચે થયેલી ગાઢ મિત્રતા પ્રેમમાં ફેરવાઇ હતી. સોહન નલિનીને મળવા કોલેજ પણ જતો હતો. પરંતુ તેની જાણ નલિનીના પરિવારને થતા તેણે સોહન સાથે બ્રેકઅપ કરી લીધું હતુ. તેમ છતાં સોહન વારંવાર નલિનીનો પીછો કરતો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments