Thursday, April 18, 2024
Homeસુરત : સાયકલ શેરિંગ પ્રોજેક્ટમાં સ્ટેન્ડ પર સેનિટાઈઝની સુવિધા ન હોવાથી સંક્રમણની...
Array

સુરત : સાયકલ શેરિંગ પ્રોજેક્ટમાં સ્ટેન્ડ પર સેનિટાઈઝની સુવિધા ન હોવાથી સંક્રમણની ભીતિ

- Advertisement -

કોરોના સંક્રમણ અટકાવવા માટે મહાનગરપાલિકાએ લોકોના ધંધા રોજગાર અને જાહેર પરિવહનની સેવા બંધ કરી દીધી છે. પરંતુ રોજ સંખ્યાબંધ લોકોના હાથ લાગે છે તેવી શેરીંગ સાયકલની સુવિધા બંધ કરી નથી. જેથી રોજે રોજ અનેક લોકોના હાથમાંથી પસાર થતી સાયકલને લઈને સામાજિક કાર્યકર્તાઓએ સાયકલને સેનિટાઈઝ પણ કરવામાં આવતી ન હોવાના મુદ્દે સવાલો ઉભા કર્યા છે.

સંક્રમણ ફેલાવાની ભીતિ
ધર્મેશ ગામી (સામાજિક કાર્યકર્તાઓ)એ જણાવ્યું હતું કે, સુરત શહેરમાં અનેક જગ્યાએ સાયકલ શેરીંગ પ્રોજેક્ટ હેઠળ સાયકલ સ્ટેન્ડમાં સાયકલ મુકાઇ છે. તે સાયકલને રોજ સંખ્યાબંધ લોકો ચલાવી રહ્યા છે. પાલિકાના આ સાયકલ સ્ટેન્ડ પર સેનિટાઈઝની કોઈ પ્રકારની વ્યવસ્થા નથી. રોજ સેંકડો લોકો પાલિકાની આ સાયકલનો ઉપયોગ કરી રહ્યાં છે. એક વ્યક્તિ સાયકલ સ્ટેન્ડ પર મુકે ત્યાર બાદ બીજા વ્યક્તિ આ સાયકલ લઈને જતા હોય છે. જે કારણથી હેલ્થ ક્લબ અને જીમ બંધ કરાવ્યા તે જ કારણ હોવા છતાં સાયકલ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે અને જોઈ એક પોઝિટિવ વ્યક્તિએ સાયકલનો ઉપયોગ કર્યો હોય તો આ સંક્મણ અનેક લોકોમા ફેલાઈ શકે છે.

એક હાથમાંથી બીજા હાથમાં સાયકલ જતી જતી હોવાથી સંક્રમણનો ભય વ્યક્ત કરાયો
એક હાથમાંથી બીજા હાથમાં સાયકલ જતી જતી હોવાથી સંક્રમણનો ભય વ્યક્ત કરાયો

વોક વે પર પણ લોકો જોવા મળે છે
પાલિકાએ ભીડ ભેગી થાય અને સંકર્મણ ફેલાઈ તેવા કારણથી શહેરના તમામ ગાર્ડન બંધ કરાવી દીધા છે. પરંતુ શહેરના વોકવે બંધ કરાવ્યા નથી.જેથી ગાર્ડનમા કસરત કરવા જતાં કે ચાલવાં જતાં અહી કસરત કે દોડી રહ્યાં છે. વોકવેમાં પણ કસરતના જે સાધનો મુક્યા છે તેને પણ અનેક લોકો વારાફરથી અડકીને કસરત કરી રહ્યાં છે તેથી પણ સંક્રમણ ફેલાવાની ભીતી છે.ધર્મેશ ગામીએ વધુમાં કહ્યું હતું કે, પાલિકાએ જે કારણથી અનેક વ્યવસ્થાઓ બંધ કરાવી રહી છે. પરંતુ તે જ કારણથી બીજી વ્યવસ્થા ચાલી રહી છે. અને સંક્રમણ વધી રહ્યું છે. સંખ્યાબંધ કોરોનાના કારણે પાલિકા તંત્ર બેબાકળું બની રહ્યું છે તેમાં લોકોના રોજગાર બંધ થઈ રહ્યાં છે અને લોકો હેરાન થઈ રહ્યાં છે. બીજી તરફ સાયકલ શેરીંગ સુવિધા અને વોક-વે બંધ કરાવાયા નથી.

સાયકલ સ્ટેન્ડ પર સેનિટાઈઝેશનની સુવિધા ઉભી કરવા મુદ્દે માગ કરાઈ છે.
સાયકલ સ્ટેન્ડ પર સેનિટાઈઝેશનની સુવિધા ઉભી કરવા મુદ્દે માગ કરાઈ છે.

સેનિટાઈઝની વ્યવસ્થા થવી જોઈએ
હર્ષ મયુર શાહ (રહે ઉધના ગુરુદ્વારા નજીક) એ જણાવ્યું હતું કે, હું ગવર્મેન્ટ પરિક્ષાની તૈયારી કરી રહ્યો છું. બધા જ જાણે છે કે, આપણે 2021માં કોરોના કાળમાંથી પસાર થઈ રહ્યા છે. આપણે કોરોનાની ચેઈન તોડવાનો પ્રયાસ કરવો જોઈએ. પાલિકાને મારી વિનંતી છે કે, સાયકલ શેરીંગ સ્ટેન્ડ પર હેન્ડ સેનિટાઈઝની વ્યવસ્થા કરવામાં આવે. જેને લઈ સાયકલનો ઉપયોગ કરનાર સંક્રમણમાં ન આવે. 2021માં કોરોનાના કેસો વધી રહ્યા છે. જેને અટકાવવા પાલિકાએ આ વિચારનો ચોક્કસ અમલ કરવો જોઈએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular