Friday, April 19, 2024
Homeસુરત : ગુગલ પર પાર્ટ ટાઈમ જોબ શોધવાનું રૂ.79802માં પડયું
Array

સુરત : ગુગલ પર પાર્ટ ટાઈમ જોબ શોધવાનું રૂ.79802માં પડયું

- Advertisement -

સુરતના લીંબાયત વિસ્તારમાં રહેતા મિકેનિકલ એન્જીનીયરને ગુગલ પર પાર્ટ ટાઈમ જોબ શોધવાનું રૂ.79802માં પડયું હતું. આર્થિક સ્થિતી સારી ન હોય એન્જીનીયરે પાર્ટ ટાઈમ જોબ માટે સર્ચ કર્યા બાદ વ્હોટ્સએપ પર અજાણ્યાએ મેસેજ કરી બાદમાં લીંક મોકલી શરૂઆતમાં નાની વસ્તુની ઓનલાઇન ખરીદી કરાવી તે રકમથી વધુ રકમ પરત કરી લલચાવ્યા બાદ મોંઘી વસ્તુની ખરીદી કરાવી રકમ પરત મેળવવા રૂ.26 હજાર માંગ્યા હતા.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના લીંબાયત રામમંદિરની બાજુમાં શ્રીજીનગર 2 કમલાબા ગાર્ડન સોસાયટી પ્લોટ નં.18 માં રહેતો 23 વર્ષીય મિકેનિકલ એન્જીનીયર વિનાયક જીતેશચંદ્ર વડોલીવાલા સચીન ગભેણી ખાતે કંપનીમાં નોકરી કરે છે. આર્થિક સ્થિતી સારી ન હોય વિનાયકે પાર્ટ ટાઈમ જોબ માટે ગત 1 જૂનના રોજ ગુગલ પર સર્ચ કર્યું હતું. ત્યાર બાદ 26 જૂનના રોજ તેને એક મોબાઈલ નંબરથી વ્હોટ્સએપ મેસેજ મળ્યો હતો કે – અરજન્ટ હાયરીંગ ( રેગ્યુલર જોબ ) યુ ઓન્લી નીડ અ મોબાઈલ ફોન ટુ ગેટ 2000-12000 રૂ. અ ડે એનીટાઇમ. ફોર મોર ડિટેઇલ કોન્ટેક. આથી વિનાયકે તે વ્યક્તિ સાથે વાત કરતા તેણે વ્હોટ્સએપ પર એક લીંક મોકલી હતી. તેમાં વિનાયકનું નામ, મોબાઈલ નંબર હતા. તેમાં આગળ વધતા તેના નામે એક એકાઉન્ટ બન્યું હતું.

ત્યાર બાદ તે વ્યક્તિએ મોકલેલી બીજી લીંક ક્લિક કરતા એક નંબરથી વ્હોટ્સએપ ઓપન થયું હતું અને મોબાઈલ નંબર નાખતા થર્મોમીટર ઓનલાઇન ખરીદવા પેજ ઓપન થયું હતું. વિનાયકે ગુગલ પે થી રૂ.198 ચૂકવતા થર્મોમીટર તેના એકઉન્ટમાં દેખાવા માંડયું હતું અને થોડી વારમાં એકાઉન્ટમાં રૂ.237 પરત આવતા વિનાયકે તે પૈસા પોતાના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધા હતા. વિનયાકે ત્યાર બાદ વધુ એક વસ્તુ ખરીદતા તેનાથી વધુ રકમ પરત આવી હતી. તે પણ તેણે એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી હતી. બાદમાં મોંઘી વસ્તુ એકાઉન્ટમાં દેખાતા વિનાયકે ખરીદી હતી પણ તેના પૈસા પરત નહીં આવતા પૂછ્યું તો વધુ પાંચ વસ્તુ ખરીદવા અને તે ખરીદ્યા બાદ પૈસા પરત લેવા રૂ.26 હજારનું રિચાર્જ કરવા તેને કહેવાયું હતું. રૂ.79,802 ની ખરીદી કર્યા બાદ પોતે છેતરાયો છે તેવું લાગતા વિનાયકે પોલીસમાં અરજી કરી હતી. અરજીના આધારે લીંબાયત પોલીસે ગતરોજ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular