Tuesday, September 21, 2021
Homeસુરત : નિર્માણ ઇન્ડસ્ટ્રીના એમ્બ્રોડરીના ખાતામાં આગ
Array

સુરત : નિર્માણ ઇન્ડસ્ટ્રીના એમ્બ્રોડરીના ખાતામાં આગ

લેડરની મદદથી કારીગરોને રેસ્ક્યુ કરવામાં આવ્યું. - Divya Bhaskar

સુરતમાં અશ્વનિકુમાર ફુલપાડા રોડ ઉપર આવેલી નિર્માણ ઇન્ડસ્ટ્રીના એક એમ્બ્રોડરીના ખાતામાં આગ લાગતા ફાયર બ્રિગેડના જવાનોએ રેસ્ક્યુ કરી 12 જેટલા કારીગરોને લેડર (સીડી)ની મદદથી નીચે ઉતાર્યા હતા. મધરાત્રે બનેલી આ ઘટનામાં કતારગામ અને કોસાડ ફાયર સ્ટેશનના અધિકારીઓની ટીમની પ્રશંસનીય કામગીરીને લઈ લોકોએ શુભેચ્છાઓથી વધાવી લીધા હતા. ગ્રાઉન્ડ ફ્લોરમાં લાગેલી આગ બીજા અને ત્રીજા માળ સુધી પ્રસરે એ પહેલાં તમામનો આબાદ બચાવ થયો હતો.

ગ્રાઉન્ડ ફ્લોરમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગતા ભાગદોડ મચી

ફાયર વિભાગે જણાવ્યું હતું જે કોલ લગભગ રાત્રે 12 વાગ્યાનો હતો. અશ્વનિકુમાર ફુલપાડા રોડ ઉપર આવેલી નિર્માણ ઇન્ડસ્ટ્રીના એક એમ્બ્રોડરીના ખાતાના ગ્રાઉન્ડ ફ્લોરમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગતા ભાગદોડ મચી ગઇ હતી. ઘટનાની જાણ બાદ કતારગામ અને કોસાડ ફાયર સ્ટેશનના અધિકારીઓ ટીમ સાથે દોડી ગયા હતા. આગ પર કાબૂ મેળવી 12 કારીગરોને બહાર કાઢવા રેસ્ક્યુ કર્યું હતું.

ગ્રાઉન્ડ ફ્લોર પર એમ્બ્રોડરીના ખાતામાં આગ લાગી હતી.
ગ્રાઉન્ડ ફ્લોર પર એમ્બ્રોડરીના ખાતામાં આગ લાગી હતી.

 

લેડરની મદદ કારીગરોને સલામત રીતે નીચે ઉતારાયા

હિતેશ ઠાકોર (ફાયર ઓફિસર) એ જણાવ્યું હતું કે આગ શોર્ટ સર્કિટને કારણે સાડી પોલીસના મશીનમાં લાગી હતી. વોચમેન અને એની પત્ની ઘટના બાદ બહાર દોડી ગયા હતા. જ્યારે બીજા અને ત્રીજા માળે રહેતા ઓરિસ્સાવાસી કારીગરો આગ બાદ ધુમાડામાં ગુંગળાય એ પહેલાં જ લેડર (સીડી)ની મદદથી તમામને સલામતીના ભાગ રૂપે નીચે ઉતારવામાં સફળ રહ્યા હતા. લગભગ એક કલાક ચાલેલા રેસ્ક્યુમાં કોઈ જાનહાની નોંધાય ન હતી. જોકે સાડીના રોલ સળગી ગયા હતા.

આગ પર કાબૂ મેળવી 12 કારીગરોને બહાર કાઢવા રેસ્ક્યુ કર્યું.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments