Sunday, September 19, 2021
Homeસુરત : ઇતિહાસમાં સૌપ્રથમવાર પારસી સમાજે બદલી અંતિમવિધિની પરંપરા
Array

સુરત : ઇતિહાસમાં સૌપ્રથમવાર પારસી સમાજે બદલી અંતિમવિધિની પરંપરા

કોરોનાને કારણે ઇતિહાસમાં સૌપ્રથમવાર પારસી સમાજે બદલી અંતિમવિધિની ” દો ખમે નશીન “પરંપરા થોડા સમય માટે અટકી ગઈ છે.પારસી સમાજમાં સામાન્યપણે અગ્નિ સંસ્કારનો રિવાજ નથી.દૂધમાં સાકરની જેમ ભળી ગયેલા પારસી કોમ માટે પણ કોરોના કાળ જીવનના અંતિમ તબક્કાની પરંપરાને તોડી નાખી છે. પારસી પરંપરા પ્રમાણે તેઓ મૃતદેહોને ચિતા પર સુવડાવી અગ્નિદાહ આપતા નથી. પરંતુ એક ચોક્ક્સ જગ્યાએ કૂવો સ્થાપિત કરી તેમાં મૃતદેહને પક્ષીઓને હવાલે કરી દેવામાં આવે છે. પરંતુ હાલના સમયમાં કોરોના માર્ગદર્શિકાનું પાલન કરવા માટે સમાજ દ્વારા આ પરંપરાનો ભંગ કરી મૃતદેહોને અગ્નિદાહ આપવામાં આવી રહ્યો છે જે સમગ્ર પારસી સમાજ માટે આઘાતજનક છે.

દુઃખ સાથે પારસીઓએ પરંપરામાં બદલાવ લાવ્યાનું યઝદીભાઈ કરંજીયાએ કહ્યું હતું.
દુઃખ સાથે પારસીઓએ પરંપરામાં બદલાવ લાવ્યાનું યઝદીભાઈ કરંજીયાએ કહ્યું હતું.

દુઃખ છે પણ લોકહિતમાં નિર્ણય લીધો-પારસીઓ
પારસી પંચાયતના ટ્રસ્ટી ડૉ. યઝદી કરંજીયાએ જણાવ્યું કે, ઈરાનમાંથી જ્યારે અમે ભારતમાં અને ગુજરાતમાં પગ મૂક્યો ત્યારથી અમારા પૂર્વજોએ સંકલ્પ કર્યો હતો કે, આ ધરતીના વિકાસમાં પ્રામાણિકતાપૂર્વક તમામ સહયોગ આપીશું. જેણે અમારું રક્ષણ કર્યું છે. તેના હિતમાં ભવિષ્યમાં કોઈ પણ મુશ્કેલી આવી પડે અમે તેમની પડખે અને તેમની સાથે રહીશું. આજે કોરોનાકાળમાં સરકારે અંતિમ ક્રિયા કરવા માટેની જે ગાઈડલાઈન આપી છે તેને અનુસરી રહ્યા છીએ. ગાઈડ લાઈન મુજબ અમારા સ્વજનોની અંતિમ ક્રિયા કરીએ, અમારી ધાર્મિક ક્રિયા કરતા તદ્દન વિપરીત છે.જેનાથી અમને દુઃખ થાય છે પરંતુ અત્યારે કોરોનાની સ્થિતિ જોતા સરકાર જે નિર્ણય લે છે અને જે લોકોના હિતમાં હોય છે. અમે તેને સૌથી વધુ પ્રાધાન્ય આપીએ છીએ.

પારસીઓ પોતાના સ્મશાનની વિધિમાં ફેરફાર કર્યો છે.
પારસીઓ પોતાના સ્મશાનની વિધિમાં ફેરફાર કર્યો છે.

આધાત સાથે નિર્ણય કર્યો છે
પારસી સમાજના એલિસ દારૂવાલા જણાવ્યું કે, પારસી પ્રજા હંમેશા માનવતા ન હિતમાં જીવન જીવે છે. અમે સૌના સુખમાં સુખી અને સૌના દુઃખમાં દુઃખી રહેવાનો અમારો સ્વભાવ છે. આજે અમારા કેટલાક સ્વજનો કોરોના સંક્રમણને કારણે મોતને ભેટયા છે. તેનું ખૂબ દુઃખ છે. પરંતુ એના કરતાં પણ વિશેષ અમારા સ્વજનોની અંતિમ ક્રિયા અમે અમારી ધાર્મિક વિધિ પ્રમાણે નથી કરી શકતા એ બાબત પણ અમને આઘાત પહોંચાડે છે. કોઈપણ પરંપરા કે, જે અન્યને હાનિ પહોંચાડી શકે તે પરંપરા નિભાવવી યોગ્ય નથી. સમય અને પરિસ્થિતિ મુજબ ઢળીને આગળ વધવુ એ સમયની માંગ છે. કોરોના સંક્રમણમાં મૃત દેહને અગ્નિદાહ આપીને તેની અંતિમ ક્રિયા કરવા માટે જે સૂચન કરવામાં આવ્યું છે. તેને અમે સ્વીકારી રહ્યા છીએ કારણ કે તે સૌના હિતમાં છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments