Tuesday, September 21, 2021
Homeસુરત : કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યનું ભાગવામાં વિલીનીકરણ
Array

સુરત : કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યનું ભાગવામાં વિલીનીકરણ

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને પાટીદાર નેતા ધીરુ ગજેરાની ફરી ભાજપમાં ઘરવાપસી થઈ છે. સુરતના ઉધના ખાતેના ભાજપ કાર્યાલય પર પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલના હસ્તે તેમણે ભાજપનો કેસરીયો ખેસ ધારણ કર્યો હતો. તેમની સાથે મોટી સંખ્યામાં કાર્યકરો પણ ભાજપમાં જોડાયા હતા.

વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી આમ આદમી પાર્ટીમાંથી પાટીદાર નેતા તરીકે મહેશ સવાણી મેદાનમાં છે. જેની સામે ભાજપે હવે ધીરુ ગજેરાની ઉભા કરવા રણનીતિ તૈયાર કરી છે. ધીરુ ગજેરા ચૌદ વર્ષ બાદ ફરી ભાજપમાં આવ્યા છે. તેઓએ કહ્યું કે. હું વર્ષોથ ભાજપ સાથે જોડાયેલ માણસ છું અને હું ભારતીય જનતા પાર્ટીનો હંમેશા સક્રિય કાર્યકર્તા રહ્યો છું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments