Wednesday, September 22, 2021
Homeસુરત : પૂર્વ કાઉન્સિલરે ફાર્મ હાઉસમાં ભોજન સમારંભ, બાળકો સહિતના લોકો માસ્ક...
Array

સુરત : પૂર્વ કાઉન્સિલરે ફાર્મ હાઉસમાં ભોજન સમારંભ, બાળકો સહિતના લોકો માસ્ક વગર હોવાથી સોશિયલ ડિસ્ટન્સનો ભંગ

કોરોના ગાઈડલાઈનનું નેતાઓ જ પાલન કરતા હોવાનું સામે આવી રહ્યું છે, ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં આવેલા યોગી ચોક ખાતેના સરદાર ફાર્મમાં ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હોય છે. પૂર્વ કાઉન્સિલર નિલેશ કુંભાણી દ્વારા યોજવામાં આવેલા ભોજન સમારંભમાં બાળકો સહિતના લોકો માસ્ક વગર દેખાય છે. સોશિયલ ડિસ્ટન્સના નિયમોનો ભંગ કરતા આ ભોજન સમારંભ અંગે પૂર્વ કાઉન્સિલર નિલેશ કુંભાણીએ કહ્યું કે, બ્રહ્મ ભોજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હોય છે. અમે ગાઈડલાઈન પ્રમાણે 100 લોકો જમી લે પછી 100 લોકોને જમવાનું કરેલું. ભાજપની જેમ મોટી સંખ્યામાં લોકો એકઠા કર્યા નહોતા છતાં અમારા પણ દબાણ થઈ રહ્યું છે.

મોટી સંખ્યામાં ફાર્મ હાઉસ પર એકઠા થયેલા લોકોએ ભોજન લીધું હતું.

મોટી સંખ્યામાં ફાર્મ હાઉસ પર એકઠા થયેલા લોકોએ ભોજન લીધું હતું.

મોટી સંખ્યામાં લોકો એકઠા થયા

યોગીચોક નજીક પુણા વિસ્તારની હદમાં આવેલા સરદાર ફાર્મ ખાતે પૂર્વ કાઉન્સિલર દ્વારા બ્રહ્મ ભોજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હોય છે. જેમાં મોટી સંખ્યામાં લોકો ભોજન કરતાં અને લાઈનમાં ઉભેલા દેખાય છે. તમામ લોકો માસ્ક વગર હોય છે. એ સાથે પીરસનારા અને ખૂદ નિલેશ કુંભાણી પણ લાડવા પીરસતી વખતે માસ્ક વગર જોવા મળ્યાં છે.

બ્રહ્મ ભોજનનું આયોજન કરનાર પૂર્વ કાઉન્સિલરે કહ્યું કે ગાઈડલાઈન જાળવી હતી.

બ્રહ્મ ભોજનનું આયોજન કરનાર પૂર્વ કાઉન્સિલરે કહ્યું કે ગાઈડલાઈન જાળવી હતી.

કુંભાણીએ કહ્યુ નિયમો જાળવ્યા હતા

પૂર્વ કાઉન્સિલર નિલેશ કુંભાણીએ કહ્યું કે, અમે ગાઈડલાઈન પ્રમાણે કાર્યક્રમ યોજ્યો હતો. મર્યાદિત સંખ્યા હતી. ભાજપના નેતાઓની જેમ અમે મેળાવડો કર્યો નહોતો. હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે કામ કરી રહ્યા છીએ પરંતુ તે પણ કરવા દેવામાં આવતું નથી.ભાજપના નેતાઓ કરે તો કોઈ કાર્યવાહી નહી અને સામાન્ય લોકો પર જ કાર્યવાહી કરવામાં આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments