Saturday, September 18, 2021
Homeસુરત : બિલ્ડર સાથે થઇ ઠગાઈ
Array

સુરત : બિલ્ડર સાથે થઇ ઠગાઈ

ભરૂચના ઝઘડિયા ખાતે આવેલી લીઝ પોતાની હોવાનું કહી ગાંધીનગરના ઠગબાજોએ સરથાણા જકાતનાકાના ટેક્સટાઈલના વેપારી અને બિલ્ડર ને રૂ. 37 લાખ રોકાણ અને રૂ. 98.50 લાખના ચેકો લઈ વિશ્વાસઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. જોકે થોડા દિવસોમાં જ બિલ્ડરને અંદેશો આવી જતા તપાસ કરાવતા લીઝ ગાંધીનગરના અન્ય વ્યક્તિની હોવાનું અને ગામના લોકો લીઝ ચાલુ કરવાનો વિરોધ કરી રહ્યા હોવાનુ બહાર આવ્યું હતું. સરથાણા પોલીસે બિલ્ડર ની ફરિયાદ લઈ છેતરપિંડી કરનાર ઠગબાજો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

છેતરપિંડી થયા બાદ બિલ્ડરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.(ફાઈલ તસવીર) - Divya Bhaskar

લીઝ ટાઈટલ ક્લિયર હોવાનો વિશ્વાસ અપાવ્યો હતો

સરથાણા જકાતનાકા શ્યામધામ મંદિ૨ પાસે શેરી નંબર.3 પંચવટી સોસાયટીમાં રહેતાં હરેશભાઈ વ્રજલાલ રાદડિયા ટેક્સટાઈલ અને કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. હરેશ રાદડીયાની મિત્ર રમેશ ખેર મારફતે પંકજભાઈ રણછોડ પટેલ (રહે, ગાંધીનગર જિલ્લાના પટેલ વાસ નિશાળ પાછળ) મુલાકાત થઈ હતી. પંકજ પટેલે પોતાની માલિકની ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં રેવન્યુ સર્વે નંબર 15,16,17,18,19 તથા 20 ને લાગુ 5 હેક્ટર વાળી બ્લોક નંબર બીની લીઝ આવેલી છે. આ લીઝ ચોખ્ખી અને ટાઈટલ ક્લીય૨ હોવાનો વિશ્વાસ આપ્યો હતો.

37 લાખ રોકડા આપ્યા હતા

આ લીઝ ગાંધીનગરના અન્ય વ્યક્તિની માલિકીની હતી અને ભરૂચ ઝઘડિયાના ગામના લોકોનો વિરોધ હોવાથી લીઝ પણ બંધ રહેતી હતી. આ તમામ હકીકતો છુપાવી પંકજ પટેલે અન્ય માલિકીની લીઝ પોતાની હોવાનુ કહી બિલ્ડર હરેશ રાદડિયાને વિશ્વાસમાં લઈ 1.35 કરોડનો સોદો કર્યો હતો. દરમિયાન બહાના પેટે હરેશ રાદડિયાએ 37 લાખ રોકડા આપ્યા હતા અને 98.50 લાખના ચેકો લખી આપ્યા હતા.

લીઝનો ગામ લોકો વિરોધ કરતા હતા

થોડા દિવસો બાદ હરેશ રાદડિયાને આ લીઝ ગાંધીનગરના કોઈ વણઝારાની માલિકીની છે અને લીઝ ચાલુ કરવાનો ગામના લોકો વિરોધ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી તેમની સાથે પંકજ પટેલે વિશ્વાસઘાત કર્યો હોવાનો અહેસાસ થયો હતો. લ્ઝ માટે આપેલા રૂ. 37 લાખ અને રૂ. 98.50 લાખના ચેકો હરેશ રાદડીયાએ પંકજ પટેલ પાસે પરત માગ્યા હતા. જોકે પંકજ પટેલે રૂપિયા અને ચેકો ન આપી વિશ્વાસઘાત કર્યો હતો. છેલ્લા 5 વર્ષથી પંકજ પટેલ હરેશ રાદડીયાને અલ્લા ગલ્લા કરતો આવ્યો હતો. દરમિયાન રવિવારના રોજ હરેશ રાદડિયાએ સરથાણા પોલીસ મથકે પંકજ પટેલ વિરૂધ્ધ છેતરપીંડીની ફરિયાદ આપતા પોલીસે તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments