Wednesday, September 29, 2021
Homeગુજરાતસુરત : બે મિત્રોની ગણેશ ભક્તિ : થર્મોકોલથી કેદારનાથ મંદિરનું નિર્માણ; ગણેશજીની...

સુરત : બે મિત્રોની ગણેશ ભક્તિ : થર્મોકોલથી કેદારનાથ મંદિરનું નિર્માણ; ગણેશજીની સ્થાપના કરતા આકર્ષણનું કેન્દ્ર

સુરતમાં આર્યન્સ ગ્રુપે ચારધામ પૈકીના એક ભગવાન ભોલેનાથના કેદારનાથ મંદિરનું નિર્માણ કરી ભગવાન ગણેશજીની સ્થાપના કરતા આકર્ષણનું કેન્દ્ર બની ગયા છે. થર્મોકોલની 80-100 સીટમાંથી બનાવેલા કેદારનાથ મંદિરમાં રોજના 100થી વધુ લોકો ભર વરસાદમાં ભગવાન શ્રીજીના દર્શન કરી દુઃખ દર્દમાંથી મુક્ત કરવા અને લોકોના સ્વાસ્થ્ય સારા રહે એની પ્રાર્થના કરવા આવી રહ્યા છે. બુધાભાઈ ગોહિલે જણાવ્યું હતું કે 25-30 દિવસમાં બે મિત્રોએ ભગવાન મહાદેવ ના કેદારનાથ મંદિરના સ્ટ્રક્ચરને ઉભું કરવામાં સફળ થયા હતા.

મિત્રોએ વિઘ્નહર્તા ગણેશજીની સ્થાપના કરવાનો વિચાર સફળ બનાવ્યો

બુધાભાઈ બાલાભાઈ ગોહિલ (આયોજક) એ જણાવ્યું હતું કે લગભગ 12 વર્ષથી ગણેશજીની સ્થાપના કરતા આવ્યા છે. લંડન બ્રિજથી શરૂ કરેલી આ ગણેશ સ્થાપનામાં આ વર્ષે કઈ અલગ થીમ ઉપર કામ કરવાની પ્રેરણા મિત્રોએ આપી હતી. છેલ્લા દોઢ-બે વર્ષથી ચારધામની યાત્રા પણ મહામારીને કારણે લગભગ પ્રતિબંધ રહેતો હોવાથી ભગવાન કેદારનાથ મંદિરનું હુબેહૂ નિર્માણ કરી વિઘ્નહર્તા ગણેશજીની સ્થાપના કરવાનો વિચાર સફળ બનાવ્યો હતો.

પહાડ અને લીલા ડુંગર બનાવવા માટે ગુણ-લાકડાની છાલ અને ચુનાનો ઉપયોગ

વધુમાં જણાવ્યું હતું કે ભગવાન મહાદેવના કેદારનાથ મંદિરને બનાવવામાં રામજીભાઈ અને નિલેશ બારૈયાએ 25-30 દિવસ રાત-દિવસ એક કરી મહેનત કરી છે. થર્મોકોલની લગભગ 80-100 નાની-મોટી અને પાતળી-જાડી સીટને કાપીને કેદારનાથ મંદિર બનાવ્યું છે. એટલું જ નહીં પણ ચારધામ પૈકીના એક કેદારનાથ મંદિર પાછળના પહાડ અને લીલા ડુંગર બનાવવા માટે ગુણ-લાકડાની છાલ અને ચુનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

કેદારનાથ મંદિર પાછળના પહાડ અને લીલા ડુંગર બનાવ્યા.
કેદારનાથ મંદિર પાછળના પહાડ અને લીલા ડુંગર બનાવ્યા.

છેલ્લા ત્રણ દિવસથી પ્રતિ દિવસ દૂર દૂરથી ગણેશ ભક્તો આવી રહ્યા છે
વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ દિવસથી પ્રતિ દિવસ દૂર દૂરથી ગણેશ ભક્તો બાબા મહાદેવના કેદારનાથ મંદિરના દર્શન સાથે ભગવાન ગણેશજીની પૂજા કરવા આવી રહ્યા છે. તમામ લોકો માટે ફ્રી હોવાથી લોકોમાં એક સાથે ભગવાન ગણેશજીની પૂજા અને કેદારનાથ મંદિરના દર્શનની ઈચ્છા પૂરી થઈ રહી હોય એમ લાગી રહ્યું છે. માત્ર 12 હજારમાં તૈયાર થયેલા કેદારનાથ મંદિરના હુબેહૂ સ્ટ્રક્ચરને લઈ અમને લોકો શુભેચ્છા આપી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments