સુરત : દુકાનદારના પુત્રના લગ્નની સંગીત સંધ્યામાં ‘આપ’ ના ટાઇટલ ગીત પર રમ્યા ગરબા

0
7
  • 200થી વધુ વ્યક્તિઓ આપને સમર્થન આપવાના સંકલ્પ લીધા

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પ્રચાર છેલ્લા દિવસની સંધ્યાએ વેડરોડના એક દુકાનદારે પુત્રના લગ્નની સંગીત સંધ્યા કાર્યકર્મમાં ‘આપ’ના ટાઇટલ ગીત પર ગરબા રમી સમર્થનના સંકેત આપ્યા છે. દુકાનદાર પ્રવીણભાઈનું માનવું છે કે, દિલ્હીમાં આપ એક મોટી અને સફળ રાજકીય પાર્ટી સાબિત થઈ છે. ગરીબ અને મધ્યમ વર્ગના મતદારો માટે આપએ સસ્તી વિજળી, પાણી અને શિક્ષણની યોજનાને સરળ અને સફળ બનાવી છે. સુરતમાં પહેલીવાર આપ તમામ સીટ પરથી કોર્પોરેશની ચૂંટણી લડી રહી છે. એટલે દિલ્હી મોડલની શરૂઆત સુરતથી થાય એવી આશા વ્યક્ત કરું છું.

આપના ટાઇટલ સોંગ પર મહેમાનો પણ ગરબા રમ્યા
પ્રવીણભાઈ બોરડાએ જણાવ્યું હતું કે, પહેલા દીકરાના લગ્ન પ્રસંગની મજા કઈ અલગ જ હોય છે. કેટલાય દિવસોથી તૈયારી ચાલી રહી હતી. ચિંતન અને કોમલના લગ્નની શુક્રવારની સાંજે સંગીત સંધ્યાનો દિવસ હતો. માહામારીના પાલન સાથે 150-200 લોકોને બોલાવ્યા હતા. ફાર્મમાં મહેમાનોની સંખ્યા જોઈ ખૂબ જ આનંદ થયો હતો. આપના ટાઇટલ સોંગ પર મહેમાનોએ ગરબા રમી તમામને ખુશ કરી દીધા હતા. લગભગ એક કલાક સુધી ગરબા કાર્યક્રમ ચાલ્યો હતો.

ચિંતન અને કોમલ લગ્નગ્રંથીથી જોડાઈ અને આપના ઉમેદવાર પાલિકામાં વહીવટ કરતા થાય એ માટે પ્રચાર કરશે.
ચિંતન અને કોમલ લગ્નગ્રંથીથી જોડાઈ અને આપના ઉમેદવાર પાલિકામાં વહીવટ કરતા થાય એ માટે પ્રચાર કરશે.

દિલ્હી જેવું મોડલ સુરતમાં પણ આવવું જોઈએઃ દુકાનદાર
વધુમાં જણાવ્યું હતું કે હું પોતે આમ આદમી પાર્ટીના કોમન મેન એવા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો ફ્રેન્ડ છું, 5 વર્ષથી એમની કામગીરીથી પ્રભાવિત છું. દિલ્હી જેવું મોડલ સુરતમાં પણ આવવું જોઈએ. સુરતમાં હાલ આપની સરકારની ખૂબ જ જરૂર હોય એમ લાગી રહ્યું છે. જેથી મારા દીકરાના લગ્ન પ્રસંગની સંગીત સધ્યામાં આપના ટાઇટલ સોંગ પર ગરબા રમી સોસાયટીના લગભગ 52 મકાનના 200થી વધુ વ્યક્તિઓ આપને સમર્થન આપવાના સંકલ્પ લીધા હતા. આજે દીકરો લગ્નગ્રંથીથી જોડાશે અને આપના ઉમેદવાર પાલિકામાં વહીવટ કરતા થાય એ માટે પ્રચાર કરશે.

દુકાનદારે પુત્રના લગ્નમાં આપને સમર્થન આપવા અપીલ કરી.
દુકાનદારે પુત્રના લગ્નમાં આપને સમર્થન આપવા અપીલ કરી.
સોસાયટીના લગભગ 52 મકાનના 200થી વધુ વ્યક્તિઓ આપને સમર્થન આપવાના સંકલ્પ લીધા.
સોસાયટીના લગભગ 52 મકાનના 200થી વધુ વ્યક્તિઓ આપને સમર્થન આપવાના સંકલ્પ લીધા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here