સુરત : ગેસ સિલિન્ડરના ભાવ કરતા 400થી 500 રૂપિયા વધુ લઈને ગેસ સિલિન્ડરો વેચવામાં આવી રહ્યા છે

0
7

સુરત શહેર અને સુરત જિલ્લાની અંદર ગેરકાયદેસર રીતે ગેસ સિલિન્ડરનો વેપલો ચાલી રહ્યો છે. બેરોકટોક ગેસ એજન્સી ન હોવા છતાં પણ રોજના ગેસ સિલિન્ડરો ગેરકાયદેસર રીતે વેચીને આવક ઊભી કરી રહ્યા છે. લસકાણા વિસ્તારની અંદર ગેસ એજન્સી ન હોવા છતાં કોઈ પણ વ્યક્તિ જઈને કોમર્શિયલ ગેસ સિલિન્ડર ગમે તેટલા લઈ જઈ શકે છે. સરકારે નિયત કરેલા ગેસ સિલિન્ડરના ભાવ કરતા 400થી 500 રૂપિયા વધુ લઈને ગેસ સિલિન્ડરો વેચવામાં આવી રહ્યા છે.

એજન્સીનું 65 ટકા કમિશન
ગેસ એજન્સી લાઇસન્સ ધારક ગ્રાહકોને યોગ્ય સમયે ગેસ સિલિન્ડર ન આપીને ગેરકાયદેસર રીતે ગેસ સિલિન્ડરો અન્ય લોકોને પહોંચાડે છે. નાની નાની દુકાનો શરૂ કરીને લાયસન્સ વગર એ જ ગેસ સિલિન્ડરો વધુ રૂપિયા ખંખેરીને ગ્રાહકોને વેચી મારે છે. જેમાં લાયસન્સ ધારક ગેસ એજન્સીઓના 65 ટકા જેટલું કમિશન હોય છે. અન્ય 35 ટકા જેટલો ગેરકાયદેસર રીતે દુકાન લઈને બેઠેલા લોકો કે, જેઓ ગેરકાયદેસર રીતે ગેસ સિલિન્ડર ગ્રાહકોને આપે છે તેમનો હોય છે.

  • નોંધાયેલા ગ્રાહકોને એજન્સી દ્વારા બોટલ ન આપીને અન્ય જગ્યાએ પધરાવી દેવામાં આવે છે.
નોંધાયેલા ગ્રાહકોને એજન્સી દ્વારા બોટલ ન આપીને અન્ય જગ્યાએ પધરાવી દેવામાં આવે છે.

પૂરવઠા અધિકારીઓની રહેમનજર
સમગ્ર કૌભાંડ પૂરવઠા અધિકારીઓની રહેમ નજર હેઠળ ચલાવવામાં આવતું હોય શકે છે, પૂરવઠા અધિકારીઓ જો લાયસન્સ ધારક ગેસ એજન્સીના સંચાલકો પાસે તમામ ગેસ સિલિન્ડરોની યોગ્ય માહિતી પ્રાપ્ત કરતા રહે, તો એક પણ ગેસ સિલિન્ડર ગેરકાયદેસર રીતે અન્ય કોઈ વ્યક્તિને તેઓ આપી શકે નહીં. પરંતુ રૂપિયા કમાઈ લેવાની લાલચમાં પૂરવઠા અધિકારી અને લાયસન્સ ધારક ગેસ એજન્સીવાળા બેફામ રીતે ગેસ સિલિન્ડરનું કૌભાંડ આચરી રહ્યા છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડર માટે 1500 થી 1600 રૂપિયા સુધી ખંખેરી લેવામાં આવે છે. રેસિડેન્સિયલ ગેસમાં 1000 થી 1100 રૂપિયા ગ્રાહકો પાસેથી લેવામાં આવે છે.

જાહેરમાં ગેરકાયદે રીતે લસકાણામાં ગેસની બોટલનું વેચાણ થાય છે.
જાહેરમાં ગેરકાયદે રીતે લસકાણામાં ગેસની બોટલનું વેચાણ થાય છે.

ગંભીર બેદરકારી ચાલી રહી છે
ગેસ એજન્સીનો લાયસન્સ ન હોવા છતાં મોટી સંખ્યામાં કોઈપણ સુરક્ષા વગર ગેસ સિલિન્ડરોને રાખી મૂકવામાં આવતા હોય છે. કોઈ એક ભૂલના કારણે જો ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થાય તો અન્ય કેટલાક ગેસ સિલિન્ડરો ત્યાં હોય છે અને એકસાથે બ્લાસ્ટ થાય તો કેટલી મોટી હોનારત સર્જાઇ શકે છે. તેની કોઈ ગંભીરતા રાથ્યા વગર ગેસ એજન્સીના સંચાલકો અને પૂરવઠા અધિકારીઓ પણ તેને ગંભીરતાથી લેતા નથી. આ માત્ર લસકાણા વિસ્તાર પૂરતો જ પ્રશ્ન નથી પરંતુ સુરત જિલ્લામાં પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે.જે અતિ ગંભીર નિષ્ક્રિયતા પૂરવઠા અધિકારીઓની સામે આવી રહી છે.

એજન્સીની ગાડી ભરેલી બોટલ આપી જાય અને ખાલી બોટલ લઈ જતી હોય છે.
એજન્સીની ગાડી ભરેલી બોટલ આપી જાય અને ખાલી બોટલ લઈ જતી હોય છે.

તપાસ કરી કાર્યવાહી થશે-ક્લેક્ટર
સુરત જિલ્લા કલેક્ટર ડો. ધવલ પટેલએ જણાવ્યું હતું કે, અમારા સુધી આવી કોઈ ફરિયાદ આવી નથી. છતાં પણ આ પ્રકારે ગેરકાયદેસર રીતે ગેસ સિલિન્ડરનું વેચાણ થતું હશે તો એ સામે પગલાંભરીશું. ગેસ એજન્સીના સંચાલક સામે પણ કાયદાકીય રીતે પગલા લેવા માટે સંબંધિત વિભાગના અધિકારીને જણાવીશું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here