સુરત: જીએસટી વિભાગનો સપાટો, અનેક કંપનીઓમાં ટેક્સ ચોરી આવી સામે

0
15

સુરતમાં જીએસટી વિભાગે વિવિધ સ્થળો પર દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં ઘણી બધી કંપનીઓમાં ટેક્સની ચોરી સામે આવી છે. ખોટી ઇનપુટ ટેક્ષ ક્રેડિટ મેળવીને રીફંડ મેળવતા સાત એક્સપોર્ટ્સ વિરુદ્ધ સ્ટેટ જીએસટી વિભાગે કાર્યાવાહી હાથ ધરી છે. કુલ ૧૮ સ્થળોએ સર્ચની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં આ કાર્યવાહીમાં કુલ 64.66 કરોડના બોગસ બીલો જીએસટી વિભાગે જપ્ત કર્યા છે. આ એકમો પાસેથી કુલ રૂપિયા 6.56 કરોડની ક્રેડિટના નાણા પાછા લેવા કાર્યવાહી હાથ ધરાઇ છે.

બોગસ વેપારીઓ પાસેથી ખરીદી બતાવી કરોડોનો રૂપિયાની ટેક્સ ચોરી કરવામાં આવી છે. જે પૈકી ૨.૫૯ કરોડની વસુલાત કરવામાં આવી છે. નિકાસકાર વેપારીઓ જ્યારે ટેક્ષનું પેમેન્ટ કરી વિદેશમાં માલની નિકાસ કરે. તો તેમણે ભરપાઇ કરેલ IGSTની રકમનું નિયમ અનુસાર રીફંડ મળવાપાત્ર હોય છે. ભરપાઇ કરવાની થતી રકમ કેશ લેઝર કે ઇન્પુટ ટેક્ષ ક્રેડીટના લેઝરમાં ડેબીટ કરી ભરપાઇ કરી શકાય છે. આવા નિકાસકાર એકમો પૈકી કેટલાંક એકમો બોગસ વેપારીઓ પાસેથી ખરીદીઓ દશાર્વી ખોટી ટેક્ષ ક્રેડીટ મેળવતા હતા.

ઓપેરા એક્સપોર્ટ, શેફરોન ગ્રીન ઈન્ટરનેશનલ સહીતની કંપનીઓ આ કેસમાં સંડોવાયેલી હતી. સાથે રામા ઈંક, થરેડ એન્ડ નીડલ એમ્બ્રોઇડરી વિગેરે કંપનીના પણ સામેલ હોવાની વિગતો બહાર આવી છે. તો સાથે મેજીક ફેશન, ભરત એન્ટરપ્રાઈઝ, એફ. એસ. કોર્પોરેશનના ઉઘોગકારોની પણ સંડોવણી બહાર આવી છે. હજુ ઘણા મોટા માથાઓ ટેકસ ચોરીમાં સંડોવાયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here