સુરતના તક્ષશિલા અગ્નિકાંડના આરોપી 4 બિલ્ડર્સની જામીન અરજી હાઈકોર્ટે નકારી

0
5

સરથાણા વિસ્તારમાં આવેલી તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગમાં 22 માસૂમોનો મોત થયાં હતાં. સમગ્ર અગ્નિકાંડ બાદ ફાયરબ્રિગેડ, પાલિકા, ક્લાસ સંચાલક અને બિલ્ડરની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. લાજપોર જેલમાં રહેલા ચારેય બિલ્ડર્સ દ્વારા હાઈકોર્ટમાં એકવાર જામીન નકારાયા બાદ ફરીથી અરજી કરવામાં આવી હતી. જેના પર આજે ચુકાદો આવ્યો છે અને ચારેય બિલ્ડર્સની જામીન અરજી નકારી દેવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટના જજમેન્ટ રજૂ કરવામાં આવેલા

તક્ષશિલા અગ્નિકાંડના 14 આરોપીઓ પૈકી 4 બિલ્ડર્સ દિનેશ વેકરીયા, સવજી પાઘડાળ, હરસુખ વેકરીયા અને રવિન્દ્ર કહારે સેશન્સ કોર્ટમાં વધુ એક વખત જામીન અરજી કરી હતી. જેના પર આજે ચુકાદો સંભળાવવામાં આવ્યો હતો. ચારેય બિલ્ડરની જામીન અરજીને નક્કારી દેવામાં આવી હતી. આ સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટના જજમેન્ટ રજૂ કરવામાં આવ્યા હતાં.

પેરિટિના લાભ અન્યને આપવા પડે

ગત બુધવારે સરકારના સ્પેશિયલ પ્રોસિક્યુટર પ્રફુલ્લસિંહ પરમારે દલીલો કરી હતી. તક્ષશિલામાં ગેરકાયદેસરના બાંધકામમાં ચારેય બિલ્ડર્સની પાયાની ભૂમિકા છે. કોઈ એકને પણ જામીન આપવામાં આવે તો પેરિટીના લાભ અન્યને આપવા પડે. કોર્ટે ફરિયાદ અને આરોપી બંન્ને પક્ષની દલીલો સાંભળી હતી.આ ચારેય બિલ્ડર્સની જામીન પર આજે ચુકાદો આપતાં જામીન નકારી દેવામાં આવ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here