Saturday, September 25, 2021
Homeસુરત : લાશના વહેલા અંતિમ સંસ્કાર કરવા હોય તો સ્મશાનમાં પણ 2000...
Array

સુરત : લાશના વહેલા અંતિમ સંસ્કાર કરવા હોય તો સ્મશાનમાં પણ 2000 રુપિયા આપવા પડશે

સુરત શહેરમાં કોરોના સંક્રમણને કારણે મૃત્યુઆંક ઊંચો જઈ રહ્યો છે. સ્મશાનોમાં સતત મૃતદેહો આવી રહ્યા છે તેના કારણે મૃતદેહોના ઢગલા થઈ ગયા છે. આવી કરુણાંતિકાની સ્થિતિ વચ્ચે પણ લોકો નિર્દય થઇને કમાવી લેવાનું છોડતા નથી. સુરતના અશ્વિનીકુમાર સ્મશાનગૃહમાં અંતિમક્રિયા કરવા માટે 1500થી 2000 પડાવી લેવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ છે.

કલાકો સુધી અંતિમક્રિયા માટે રાહ જોવી પડે છે
સુરતના અશ્વિનીકુમાર, કુરુક્ષેત્ર અને ઉમરા સ્મશાન ગૃહમાં મૃતદેહોના ઢગ જોવા મળી રહ્યા છે. હોસ્પિટલમાંથી મૃતદેહને સ્મશાનભૂમિ ખાતે લઈ જવામાં આવી રહ્યા છે. એક એમ્બ્યુલન્સમાં ત્રણથી પાંચ જેટલા મૃતદેહો લઈ જવાય છે. અંતિમક્રિયા માટે મૃતકના સબંધી વેઇટિંગમાં છે. કલાકો સુધી અંતિમક્રિયા માટે રાહ જોવી પડે છે. લોકો આવી સ્થિતિમાં માનસિક રીતે ત્રસ્ત થઈ ગયેલા જોવા મળી રહ્યા છે.

પાછળના ટોકન નંબર હોય તેમને પણ પહેલાં અંતિમક્રિયા
કલાકો સુધી રાહ જોવા બાદ પણ અગ્નિદાહ ન થયાના ચોંકાવનારા કિસ્સાઓ બહાર આવી રહ્યા છે. કેટલાક ઈસમો મૃતકના સંબંધીઓ પાસેથી રૂપિયા ખંખેરી લઈ ઝડપથી અંતિમક્રિયા કરાવી આપી રહ્યા છે. જો કલાકો સુધી વેઇટિંગમાં ઊભાં રહેવું હોય તો 1500થી 2000 રૂપિયા આપવા પડશે એવી માગણી કરી રહ્યા છે. અશ્વિનીકુમાર સ્મશાનગૃહમાં મૃતકોની સંખ્યા વધતા દરેકને ટોકન ફાળવી દેવામાં આવ્યા છે અને તે ટોકન પ્રમાણે અંતિમસંસ્કારની વિધિ કરવામાં આવી રહી છે. પરંતુ જ્યારે કલાકો સુધી અંતિમસંસ્કારની પ્રક્રિયા પૂર્ણ ન થતાં માલુમ પડ્યું કે સ્મશાન ગૃહના કેટલાક ઇસમો રૂપિયા લઈને પાછળના ટોકન નંબર હોય તેમને પણ પહેલા અંતિમક્રિયા કરી આપે છે. જેને લઈને ભારે હોબાળો અશ્વિનીકુમાર સ્મશાનગૃહમાં જોવા મળ્યો હતો.

ટોકન હોવા છતાં પાછળના ટોકનવાળા પહેલાં અંતિમક્રિયા કરી જતા રહે છે.
ટોકન હોવા છતાં પાછળના ટોકનવાળા પહેલાં અંતિમક્રિયા કરી જતા રહે છે.

લાશોના નામે પણ કમાણી કરતા હોવાના આક્ષેપ
લાશોના નામે પણ કમાણી કરી લેવાનું લોકો છોડતા નથી એવા પ્રકારની સ્થિતિ સ્મશાનગૃહમાં જોવા મળી રહી છે. કોરોના સંક્રમણને કારણે એકાએક પોતાના સ્વજનોને ગુમાવવાનું દુઃખ અને બીજી તરફ આવા લાલચી ઈસમો આવા સમયે પણ નિર્લજ્જ થઈ મૃતદેહની અંતિમવિધિને માટે પણ પૈસા કમાવી લેવાનું તરકટ રચી રહ્યા છે.

ટોકન સાથે લોકોએ સ્મશાનની ઓફિસમાં હોબાળો મચાવ્યો.
ટોકન સાથે લોકોએ સ્મશાનની ઓફિસમાં હોબાળો મચાવ્યો.

1000, 1500 અને 2000 રૂપિયા લઈને પહેલાં અંતિમક્રિયા
હરીશ ગુર્જરે જણાવ્યું હતું કે, સ્મશાનમાં સવારથી લોકો સ્વજનોની અંતિમવિધિ માટે લાંબી કતારો લગાવીને બેઠાં છે. તેમને ટોકન આપવામાં આવી રહ્યા છે અને સાંજ પડી તો પણ તેમનો નંબર આવ્યો નથી. પાછળના ટોકન નંબર હોય તેમને પણ 1000, 1500 અને 2000 રૂપિયા લઈને પહેલા અંતિમક્રિયા કરી આપે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments