Thursday, September 23, 2021
Homeસુરત : માસ્ક એક મિનિટ માટે પણ ખોલવાની આદત હોય તો ઘરેથી...
Array

સુરત : માસ્ક એક મિનિટ માટે પણ ખોલવાની આદત હોય તો ઘરેથી બહાર ન નીકળો

શહેરમાં કોરોનાએ ભયાવહ સ્થિતિ નિર્માણ કરી લીધી છે. તંત્ર પણ વામણૂં પૂરવાર થઈ રહ્યું છે અને લોકોને પણ સમજાવવા દૈનિક અપીલો કરવામાં આવી રહી છે. કોરોનાની બીજી લહેર વધુ ઘાતક છે. ચેપ લાગીને બે જ દિવસમાં ફેફસામાં પ્રવેશી કરી જાય છે અને વેન્ટિલેટરના સહારે રહેવું પડી શકે છે તેવી ચેતવણી અપાઈ છે. તો માસ્ક પહેવાનું અને માસ્ક એક મિનિટ માટે પણ ખોલવાની આદત હોય તો ઘરેથી બહાર નહીં નીકળવાની તથા અન્ય વ્યક્તિને મળવાનું ટાળવા કમિશનરે અપીલ કરી છે.

કોરોના સંક્રમિત વિસ્તારોમાંથી અવરજવર કરવી નહીં
કમિશનર બંછાનીધિ પાનીએ જણાવ્યું હતું કે, કોરોનાની બીજી લહેર ગત લહેર કરતાં વધુ ચેપી અને ઘાતક છે. આપણે ઘરની બહાર માસ્ક પહેરીને જ નીકળવું, જો કોઇને અન્ય વ્યક્તિની સાથે વાત કરવા માસ્ક એક મિનિટ માટે પણ ખોલવાની આદત હોય તો ઘરેથી બહાર નીકળવાનું ટાળવું. કારણ કે હાલ જે કોરોનાનો ચેપ લાગી રહ્યો છે. એ સીધો ફેફસાંમાં પ્રવેશ કરે છે, જેને લક્ષણો હોય તેઓ છુપાવવા કરતાં ટેસ્ટ કરાવે નહીં તો સંક્રમિત દર્દીને ઓક્સિજન અને વેન્ટિલેટર પર જવાનો વખત આવે છે. હાલ થોડા દિવસો માટે પરિવાર સિવાય અન્ય વ્યક્તિને મળવાનું ટાળવું જોઈએ, સાથે જ કોરોના સંક્રમિત વિસ્તારોમાંથી અવરજવર કરવી નહીં. કોરોના સંક્રમિત વિસ્તારના લોકોએ અન્ય વિસ્તારોમાં જવાનું ટાળવું. જે વ્યક્તિ કોવિડ પોઝિટિવ છે, તેમણે ફરજિયાત કોરન્ટાઈન રહેવું જરૂરી છે, કોવિડ કાયદા અને સરકારની ગાઇડ લાઇનનો ભંગ કરશે તેમના પર કાયદાકીય કાર્યવાહી કરાશે.

આ વિસ્તારોમાં ખૂબ સંક્રમણ ફેલાયું હોય ત્યાં જવાનું ટાળવું
નાના વરાછા, મોટા વરાછા, સરથાણા, સીમાડા, પુણા ગામમાં ખુબ વધારે સંક્રમણ છે તેથી ત્યાં આઈલેન્ડ પોલિસી પ્રમાણે રહેવું. સેન્ટ્રલ ઝોનમાં નાનપુરા, ઇસ્ટ ઝોન-એમાં વરાછામાં ભાગ્યોદયમાં, વેસ્ટ ઝોનમાં પાલનપુર, જહાંગીરપુરા, નોર્થ ઝોનમાં કતારગામ, ઝીલ પાર્ક, અખંડ આનંદ, ડભોલી, લલીતા-રણછોડ પાર્ક અને અમરોલી તેમજ સાઉથ ઝોનના મીરાનગર, વિજયાનગર, નાનું બમરોલી, ભેસ્તાન અને અલથાણ, પીપલોદ, વેસુ, અઠવા ઝોનના લિંબાયતના મગોબ, ગોડાદરા અને ડિંડોલીમાં ઘણું વધારે સંક્રમણ હોવાના કારણે શહેરીજનોએ આ વિસ્તારોમાં શક્ય હોય ત્યાં સુધી મુલાકાત નહીં લેવી. જવું પડે તો માસ્ક અને કોવિડ નિયમોનું પાલન કરવું.

લોકોને ઘરની બહાર ન નીકળવા પાલિકા કમિશનરની અપીલ.
લોકોને ઘરની બહાર ન નીકળવા પાલિકા કમિશનરની અપીલ.

જેના ઘરે પોઝિટિવ વ્યક્તિ છે તેમણે ક્વોરન્ટીનમાં રહેવું
જેના ઘરે પોઝિટિવ વ્યક્તિ છે તેઓ પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં હોય એમણે ક્વોરન્ટીનમાં રહેવું પડે એ કોઈ પણ રીતે ક્વોરન્ટીન પ્રોસીજરનો ભંગ કરે તો એમના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરાશે. કોઈપણ વ્યક્તિના પરિવારમાં પોઝિટિવ હોય તો એ ઘરેથી બહાર નહીં નીકળી શકે.

વતનથી પરત ફરતાં લોકો પોતાનું ટેસ્ટિંગ કરાવી સ્વાસ્થ્યનું મોનિટરીંગ કરે
વતનથી પરત ફરતા તમામ લોકોએ પોતાનું ટેસ્ટીંગ કરાવવું અને બેથી ત્રણ દિવસ સુધી પોતાના સ્વાસ્થ્યનું મોનિટરીંગ કરી જો કોઈ બિમારીના લક્ષણો જણાય તો નજીકના સ્વાસ્થ્ય કેન્દ્રમાં ચેકઅપ અવશ્ય કરાવવા અને તેના અમલ કરવા પર કમિશનરે ભાર મૂક્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments