Thursday, August 5, 2021
No menu items!
Homeસુરત : ઇમ્યુનિટી બૂસ્ટર ચીકીની બૂમ, સ્વાદરસિયામાં માગ વધારે, પણ કોરોનાને કારણે...
Array

સુરત : ઇમ્યુનિટી બૂસ્ટર ચીકીની બૂમ, સ્વાદરસિયામાં માગ વધારે, પણ કોરોનાને કારણે એના વ્યવસાયમાં ઘરાકી ઘટી

કોરોનાની વચ્ચે સુરત સહિત દરેક જગ્યાએ ઇમ્યુનિટી બૂસ્ટર ચીકીની બોલબાલા ઉત્તરાયણમાં પણ જોવા મળી રહી છે. અન્ય વસ્તુની જેમ ઉત્તરાયણમાં ખવાતી ચીકીમાં પણ હવે ઇમ્યુનિટી બૂસ્ટરનો ટ્રેન્ડ શરૂ થયો છે. તલ અને સીંગની ચીકી સાથે હવે સુરતમાં એક બે નહીં, પરંતુ 17થી વધુ જાતની ચીકીનું વેચાણ શરૂ થઈ રહ્યું છે. 150 વર્ષથી ચીકીના વ્યવસાય સાથે સંકળાયેલાં દીપા વાંકાવાલા (રેવડીવાલા) કહે છે, હાલ ગત વર્ષની સરખામણીમાં કોરોનાને કારણે ચીકીના ધંધામાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ કોરોનાને કારણે લોકો ઇમ્યુનિટી બૂસ્ટર ચીકી તરફ વળી રહ્યા હોવાથી અમે પણ ઇમ્યુનિટી બૂસ્ટર ચીકી બનાવવાનું શરૂ કર્યું છે.

ઇમ્યુનિટી બૂસ્ટર ચીકી બનાવવાનું શરૂ કર્યું

દીપાબેને જણાવ્યું હતું કે અમારા દાદા ચીકી બનાવતા ત્યારથી અમે આ ધંધો શીખ્યા છીએ. અમારા ભાઈ સાથે ગોપીપુરામાં અમે ઉત્તરાયણ પહેલાંનો ધંધો કરીએ છીએ. હાલ ઇમ્યુનિટી બૂસ્ટર ચીકી બનાવવાનું શરૂ કર્યું છે. કાળા અને સફેદ તલમાં ભરપૂર શક્તિ રહેલી છે, એની સાથે ગોળ ભેળવો એટલે શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધે છે, જેને કારણે અમે કાળા અને સફેદ તલની ચીકી વધુ માત્રામાં બનાવી છે. આ ઉપરાંત ડ્રાયફ્રૂટ પણ શરીર માટે સારા હોવાથી એની ચીકી પણ અમે બનાવીએ છીએ.

ઉત્તરાયણને બે દિવસ બાકી હોવાથી ઘરાકી વધવાની આશા

દીપાબેને વધુમાં જણાવ્યું હતું કે આજનાં બાળકો અને યંગસ્ટર્સને ચીકીમાં દાણા કે દાળિયા ચાવવા ગમતા નથી, તેથી ક્રશ કરેલા દાણાની માવા ચીકી પણ બનાવીએ છીએ. ઇમ્યુનિટી બૂસ્ટર ચીકી ઉપરાંત ઉત્તરાયણમાં પરંપરાગત રીતે ખવાતી સીંગદાણા અને ડાળિયાની ચીકી પણ બનાવીએ છીએ. પહેલાંની ચીકી અને અત્યારની ચીકીમાં તફાવત જણાવતાં તેઓ કહે છે પહેલાં ડિમાન્ડ ઓછી હતી, તેથી અમારા વડવાઓ હાથથી ચીકી બનાવતા હતા, પરંતુ હાલમાં ડિમાન્ડ વધુ હોવાથી અમે મશીનરીનો ઉપયોગ કરીએ છીએ. આ ઉપરાંત તલ અને મમરા સાથે રાજગરાના લાડુ અને 17થી વધુ જાતની ચીકી બનાવીને વેચાણ કરીએ છીએ. હાલમાં તો ઘરાકી ઓછી દેખાઈ રહી છે, પરંતુ ઉત્તરાયણને બે દિવસ બાકી રહ્યા છે, હવે આ ઘરાકી વધે એવી અમને આશા છે.

એક મહિનામાં 700-800 કિલો ચીકી વેચાણનો વેપાર થતો હોય છે

દીપાબેને વધુમાં ઉમેર્યું હતું કે ડિસેમ્બરથી ચીકી બનાવવાનું શરૂ થઈ જાય છે. હોમમેડ સ્વાદ આપવા માટે પોતાની હાજરી અને બે-ચાર હેલ્પરની મદદ લેવી પડે છે. એક મહિનામાં 700-800 કિલો ચીકીના વેચાણનો વેપાર હોય છે. તલ, સીંગદાણા, કોપરાની છીણ નાખી આ વર્ષે એક નવી ફ્લેવર બનાવી છે. ગોળને દાણાની ચીકી બારે માસ મળતી રહે છે અને એનો ઓર્ડર જ વધારે રહે છે, કેમ કે એમાં મલાઈ નાખી સ્વાદને કંઈક અલગ રાખતા આવ્યા છીએ.

અમેરિકા, લંડન, સાઉદ આફ્રિકા, દુબઇ સહિતના દેશોમાં ચીકીની ખૂબ માગ

દીપાબેને વધુમાં ઉમેર્યું હતું કે ત્રણ વર્ષમાં જ આખા વ્યવસાયથી વાકેફ થઈ ચીકી બનાવતા શીખી અને આજે બાપદાદા બનાવતા ચીકીનો સ્વાદ આપવાનો પ્રયાસ કરીએ છીએ. અમેરિકા, લંડન, સાઉદ આફ્રિકા, દુબઇ સહિતના દેશોમાં ચીકીની ખૂબ માગ રહેતી હોય છે. અમેરિકાના એક ગ્રાહક તો દર વર્ષે ચીકી ખાવા આવતા હોય એમ કહી શકાય અને પરત ફરતી વખતે લગભગ તમામ ફ્લેવરની ચીકી પાર્સલ લઈ જાય છે. આવતા-જતા મુસાફરો દ્વારા પર ચીકી વિદેશમાં સ્વાદના રસિયાઓની મનો ઈચ્છા પૂરી કરવાનો પ્રયાસ કરીએ છીએ. ડ્રાય ફ્રૂટના ભાવમાં વધઘટ આવતી રહે છે પણ બીજી ચીકીઓના ભાવ વર્ષોથી લગભગ એકસમાન જ હોય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments