સુરત : જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીમાં સોળે શણગાર સજીને દુલ્હને મતદાન કર્યુ

0
8

સ્થાનિક સ્વરાજની જિલ્લા અને તાલુકા પંચાયત તથા નગરપાલિકા માટે મતદાન થઈ રહ્યું છે. સવારથી જ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સોંદલાખારા ગામની બે દીકરીઓએ પોતાના લગ્ન અગાઉ જ મતદાન કર્યું હતું. લોકશાહીને મજબૂત કરવાના ઈરાદા સાથે બે દીકરીઓએ મતદાન કર્યું હતું. મતદાન કર્યા બાદ સોળે શણગારમાં મતાધિકારનો ઉપયોગ કરનારી બન્નેએ જણાવ્યું કે, દરેક લોકોએ પોતાના મતાધિકારનો અવશ્ય ઉપયોગ કરવો જોઈએ. કામરેજ ખાતે દીપાલી અને રિદ્ધિએ પણ લગ્ન કરતા અગાઉ મતદાન કર્યું હતું.

લગ્નના મિંઢોળ સાથે મતદાન કરવા આવેલી બન્ને બહેનપણીઓને જોઈ સ્ટાફ પણ ખુશ થયો હતોલગ્નના મિંઢોળ સાથે મતદાન કરવા આવેલી બન્ને બહેનપણીઓને જોઈ સ્ટાફ પણ ખુશ થયો હતો

જાગૃતિએ કહ્યું, કે દરેક મત આપવો જોઈએ

જાગૃતિ નટવરભાઈ પટેલના આવતીકાલે લગ્ન છે. જાન આવે અને ચોરીના ચાર ફેરા ફરે તે અગાઉ જ જાગૃતિએ પરિવારના સભ્યોની સાથે જઈને ગામના મતદાન બૂથ પર મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. નેહાએ કહ્યું કે, લોકશાહીમાં દરેકે મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ. પિયરમાં આ મારૂં છેલ્લું મતદાન કહી શકાય એમ છે. લગ્ન પછી પણ મારા ગામના સારા ભવિષ્ય માટે મેં મતદાન કર્યું છે તો દરેક વ્યક્તિએ મતદાન કરે એ જરૂરી છે.લગ્ન માટે પરિવારજનો સાથે મતદાન કરવા માટે આવી પહોંચી હતી.

લગ્ન માટે પરિવારજનો સાથે મતદાન કરવા માટે આવી પહોંચી હતી.

નેહાએ કહ્યું, ભવિષ્ય માટે મતદાન

લગ્ન કરનારી નેહાકુમારી નયનભાઈ પટેલ (ઉ.વ.આ.20)રહે.સોંદલાખારા, ઓલપાડએ માતા,પિતા, દાદા-દાદી, એક ભાઈ અને એક બહેન સાથે રહે છે. SY B.Aમાં ઓલપાડ કોલેજમાં અભ્યાસ કરે છે. પિતા ખેતીવાડી કરે છે. ફિયાન્સ જીગ્નેશ કુમાર પટેલ ભટલાય ગામ ચોર્યાસીથી આવતીકાલે જાન આવવાની છે. ફિયાન્સ નોકરી કરે છે. નોકરી કરે છે. આજે બપોરે ગૃહ સાતક હોય પીઠી ચોળી મતદાન કર્યા બાદ બાદ લગ્નની વિધિ શરૂ કરી છે.મતદારોને મતદાન કરવા માટે અપીલ કરી હતી.મતદારોને મતદાન કરવા માટે અપીલ કરી હતી.

ગામલોકોએ બન્નેના કાર્યને બિરદાવ્યું

સોંદલાખારાના માજી સરપંચ વસંતભાઈ પટેલએ જણાવ્યું હતું કે, અમારા ગામમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે અમે પ્રયાસ કર્યો છે. લોકો નિર્ભિક રીતે મતદાન કરી શકે તે માટે અમે પ્રયાસો કર્યા છે. લગ્ન અગાઉ બન્ને બહેનોએ મતદાનને લઈને દાખવેલી જાગૃતિ ખરેખર સરાહનિય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here