સુરત – વરાછામાં યુવતીને લગ્નની લાલચ આપી યુવકે અવારનવાર શારીરિક સંબંધ બાંધી અંગત પળોના વીડિયો ઉતારી લીધા

0
9
યુવકે દુષ્કર્મ અને તેના બે મિત્રોએ છેડતી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે(પ્રતિકાત્મક તસવીર)
  • યુવકના બે મિત્રોએ યુવતી સાથે અડપલાં પણ કર્યા
  • વરાછા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
યુવકે દુષ્કર્મ અને તેના બે મિત્રોએ છેડતી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે(પ્રતિકાત્મક તસવીર)

સીએન 24,ગુજરાત

સુરતવરાછા વિસ્તારમાં રહેતી યુવતીને લગ્નની લાલચ આપી છેલ્લા સાડા ત્રણ માસથી પ્રેમી યુવકે અવારનવાર શરીર સંબંધ બાંધી તે અંગત પળોના ફોટા પાડ્યા હતા તેમજ વીડિયો પણ ઉતાર્યો હતો. બાદમાં તેના બે મિત્રોએ એક ફાર્મ હાઉસમાં લઇ જઈ છેડતી કરી યુવતીને ફોટા-વીડિયો વાયરલ કરવાની તેમજ તેના ભાઈને મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે યુવતીએ પ્રેમી અને તેના બે મિત્રો વિરૂદ્ધ દુષ્કર્મ અને છેડતીની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

યુવકે લગ્નનો ઈન્કાર કરી દીધો

પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર  વરાછા વિસ્તારમાં રહેતી યુવતીને સાગર વેલજીભાઇ ગજેરા ( રહે.અમૃતકુંજ એપાર્ટમેન્ટ, ખોલવડ ગામ, તા.કામરેજ, જી.સુરત ) સાથે પ્રેમ સંબંધ હતો. સાગરે યુવતીને લગ્નની લાલચ આપી જુદાજુદા સ્થળે લઇ જઈ વીતેલા સાડા ત્રણ માસ દરમિયાન અવારનવાર શરીર સંબંધ બાંધ્યો હતો. એટલું જ નહીં તે અંગત પળોના તેણે ફોટા પાડયા હતા અને વીડિયો પણ ઉતાર્યો હતો. ત્યાર બાદ સાગરના બે મિત્રો જસ્મીન બોડા ( રહે.રીધ્ધી ઓટો, સાગર સોસાયટીના નાકે, કાપોદ્રા સુરત ) અને રમેશ ઘોઘારી (કુંભાર) ( રહે.પુણાગામ, સુરત ) એ પણ યુવતીને ફાર્મ હાઉસમાં લઇ જઈ સાગરે તારા ફોટા-વીડિયો અમને બતાવીને વાઈરલ કરી દઈશું તેવી ધમકી આપી છેડતી કરી હતી તેમજ તેના ભાઈને મારી નાખવાની પણ ધમકી આપી બંનેએ આ વાત કોઈને પણ ન કહેવાની પણ ધમકી આપી હતી.સાગરે લગ્નનો ઇન્કાર કરતા યુવતીએ ગતરોજ પ્રેમી તેના બે મિત્રો વિરૂદ્ધ દુષ્કર્મ અને છેડતીની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here