સુરત : વીજ ચોરીના બનાવોમાં વધારો, પોલીસને સાથે રાખીને ચેકીંગ હાથ ધરવામાં આવ્યું

0
4

સુરતના અમરોલી વિસ્તારમાં આવેલ મનપાના કોસાડ આવાસમાં છેલ્લા કેટલાક સમયથી વીજ ચોરી થવાની તેમજ કેટલીક જગ્યા ગેરકાયદે વીજ ચોરી કરી કનેકશન આપવામાં આવતું હોવાની ફરિયાદો ઉઠી હતી.જેને પગલે આજે સવારે વિજિલન્સની ટીમ સાથે ડીજીવીસીએલના અધિકારીઓ દ્વારા આખા કોસાડ આવાસમાં ચેકીંગ હાથ ધરવામાં આવી હતી. તેમજ મીટરોનું પણ ચેકીંગ કરવાંમાં આવી હતી. ત્યારે સ્થળ પર સ્થાનિકો ભેગા થઇ ગયા હતાં. અધિકારીઓ ચેકીંગ કરવા માટે પોલીસ પ્રોટેકશન રાખીને ગયા હતાં.

વિજિલન્સની સ્ક્વોર્ડ દ્વારા તપાસ
ડીજીવીસીએલના અધિકારીઓએ જણાવ્યું હતું કે, કોસાડ આવાસની બિલ્ડીંગોમાં વીજ ચોરી કરવામાં આવતી હોવા બાબતે વિજિલન્સને ફરિયાદો મળી હતી. જેથી આજે સવારે વિજિલન્સની સ્કોડ સાથે ડીજીવીસીએલની ટીમ કોસાડ આવાસ ખાતે ચેકીંગ કરવા માટે ગઈ હતી.જેમાં ઘરમાં જઈને તપાસ કરવામાં આવી હતી.

ગેરકાયદે કનેક્શન મળી આવ્યાં
કોસાડ આવાસની કેટલીક બિલ્ડીંગોમાં અસામાજિક તત્વો દ્વારા વીજ ચોરી કરી તેમજ ગેરકાયદે વીજ કનેશનો આપવામાં આવી રહ્યું હતું. આવા નેટવર્ક કેટલાક અસામાજિક તત્વો દ્વારા ચલાવવામાં આવતો હોવાને લીધે ડીજીવીસીએલના અધિકારો ત્યાં એકલા જવા માટે અચકાઈ રહ્યાં હતા. તેથી પોલીસ પ્રોટેક્શન સાથે આજે અધિકારીઓ ચેકીંગ કરવામાં માટે પહોંચ્યા હતાં. જુદા જુદા મીટરો ચેક કરવામાં આવ્યા હતાં. કેટલી વીજ ચોરી થઇ છે એ બાબતે ચેકીંગ બાદ સ્પષ્ટ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here