Saturday, September 18, 2021
Homeસુરત : નીટિંગ સેક્ટરમાં તૈયાર થતા કાપડની માંગમાં વધારો
Array

સુરત : નીટિંગ સેક્ટરમાં તૈયાર થતા કાપડની માંગમાં વધારો

કોરોનાના કારણે એક તરફ સુરત કાપડઉદ્યોગના ટ્રેડિંગ, પ્રોસેસિંગ, વીવિંગ સહિતના સેક્ટરની સ્થિતિ કફોડી થઈ છે. ત્યારે એકમાત્ર સર્ક્યુલર નીટિંગ સેક્ટરમાં તૈયાર થતા કાપડની દેશ અને દુનિયામાં મોટી ડિમાન્ડ નીકળી છે. સાથે જ સુરતમાં ઉત્પાદન વધતા હવે, ચીનથી દર મહિને થતી 800 ટન કાપડની આયાત સંપૂર્ણપણે અટકી છે. જેથી, હવે દેશના સ્પોર્ટ્સ સેક્ટરના ખેલાડીઓ પણ સુરતમાં તૈયાર થતા કાપડનો ઉપયોગ કરતા થયા છે.

સર્ક્યુલર નીટિંગ સીધી રીતે 10000 જ્યારે આડકતરી રીતે 1 લાખથી વધુ લોકોને રોજગારી પૂરી પાડી રહ્યું છે
સર્ક્યુલર નીટિંગ સીધી રીતે 10000 જ્યારે આડકતરી રીતે 1 લાખથી વધુ લોકોને રોજગારી પૂરી પાડી રહ્યું છે

નીટિંગના યુનિટમાં વધારો

એક વર્ષ પૂર્વે શહેરના સર્ક્યુલર નીટિંગ સેક્ટર સાથે સંકળાયેલા એકમોની સંખ્યા 55 હતી. તે આજે 115ને પાર થઈ છે. વર્ષ 2000થી સર્ક્યુલર નીટિંગથી કાપડ ઉત્પાદન શરૂ થયું હતું. વર્ષ 2017થી ગતિ મળવાની શરૂઆત થઈ છે. સર્ક્યુલર નીટિંગ એટલે કાપડને નીટિંગ પદ્ધતિથી તૈયાર કરવામાં આવે છે. કોરોના પૂર્વે આ સેક્ટરમાં ભારતનો સૌથી મોટો હરીફ ચીન હતું. સ્થિતિ એવી હતી કે, દર મહિને 800 ટન જેટલું કાપડ ચાઈનાથી આયાત કરવાની નોબત આવતી હતી. એક જ વર્ષમાં સુરતના આ સેક્ટરને ચાઈના પર રહેલી નિર્ભરતા દૂર કરી લીધી છે.

સ્પોર્ટસ ક્ષેત્રમાં નીટિંગ કાપડની માગ વધુ જોવા મળી છે.
સ્પોર્ટસ ક્ષેત્રમાં નીટિંગ કાપડની માગ વધુ જોવા મળી છે.

સ્પોર્ટસના ખેલાડીઓ સુરતનું કાપડ પહેરશે

સંપૂર્ણ આત્મનિર્ભર થયેલા સર્ક્યુલર નીટિંગ સેક્ટરમાં તૈયાર થતા અંડર ગાર્મેન્ટ્સ, સ્પોર્ટ્સ વેર, બેગ, શૂઝ, ટ્રેનની સીટ સહિતના સેક્ટરમાં વપરાતું કાપડ હવે ગાર્મેન્ટિંગ સેક્ટરમાં પણ પ્રથમ પસંદગીરૂપ બન્યું છે. આઈપીએલ (ઈન્ડિયન પ્રિમિયર લીગ) તથા ટોકિયો ઓલિમ્પિક સહિતના વર્લ્ડ સ્પોર્ટ્સમાં ખેલાડીઓ દ્વારા પહેરાતું કાપડ પણ સુરત નિર્માણ કરી રહ્યું છે.ઉત્પાદકો કહે છે કે, સર્ક્યુલર નીટિંગ સેક્ટરમાં ફેબ્રિક્સ બનાવવા માટે સ્પેન્ડેક્સ અને ટેક્સચ્યુરાઈઝિંગ યાર્નનો ઉપયોગ થાય છે. આ કાપડની વધેલી માંગણીના કારણે આ યાર્ન ઉત્પાદકો પાસે પણ ઉત્પાદનનું કામ વધી ગયું છે. સર્ક્યુલર નીટિંગ સીધી રીતે 10000 જ્યારે આડકતરી રીતે 1 લાખથી વધુ લોકોને રોજગારી પૂરી પાડી રહ્યું છે.

છેલ્લા એક વર્ષમાં ત્રણ ગણી મિલોની સંખ્યા ઉત્પાદન કરતી થઈ ગઈ છે.
છેલ્લા એક વર્ષમાં ત્રણ ગણી મિલોની સંખ્યા ઉત્પાદન કરતી થઈ ગઈ છે.

જોબવર્ક પણ અપાય છે

બિષ્ણુ અગ્રવાલ (પ્રમુખ, દ. ગુજરાત સર્ક્યુલર નીટિંગ એસો.) એ જણાવ્યું હતું કે, એક વર્ષ પહેલા સુરતમાં માંડ 15 મિલો સર્ક્યુલર નીટિંગ કાપડનું પ્રોસેસિંગ કરતી હતી. હવે 50થી વધુ મિલો છે. સેલવાસાના 11000 મશીનો પર સુરતના ઉત્પાદકોનું કાપડ જોબવર્ક થઈ રહ્યું હોવાની સ્થિતિ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments