Saturday, September 25, 2021
Homeસુરત : ભારતીય ખેલાડીઓ સુરતમાં બનેલ ફેબ્રિકના સ્પોર્ટ્સ ડ્રેસ પહેરશે
Array

સુરત : ભારતીય ખેલાડીઓ સુરતમાં બનેલ ફેબ્રિકના સ્પોર્ટ્સ ડ્રેસ પહેરશે

છેલ્લા ઘણા સમયથી સુરતના કપડા માર્કેટ હવે દેશના દુનિયાના નકશા પર મજબૂત પકડ બનાવી રહ્યું છે. આત્મનિર્ભર ભારત તરફની પહેલમાં સુરત કપડાં બજાર અત્યારે દિનપ્રતિદિન નવા સોપાન સર કરી રહયા છે. થોડા સમય પહેલા કપડાં બજારમાં આર્મીના જવાનો માટે બનતા યુનિફોર્મનું કપડું તૈયાર થયું હતું અને હવે ઓલમ્પિકમાં ભારતીય ખેલાડીઓએ જે સ્પોર્ટસ ડ્રેસ પહેર્યા છે તે સુરતના કપડાં બજારના ફેબ્રિકના છે. જે સુરત માટે એક ગર્વ લેવા જેવી બાબત છે. સુરતથી કાપડ બનીને ટોકિયો ઓલિમ્પિક સુઘી પહોંચી ગયું છે

આમ તો સુરત કપડાં બજારનો વ્યાપાર સમગ્ર વિશ્વમાં ચાલે છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી કોરોનાના કારણે વ્યાપર પર તેની અસર પડી છે. પહેલા ખેલાડીઓ માટે જે કપડું આવતું હતું. તે ચીન થી આવતું હતું. પરંતુ ચીન સાથેના સંબંધોના કારણે હાલ તે બંધ થયું છે. તેથી આ વખતે દેશના સ્પોર્ટ્સના ખેલાડીઓ મેઇડ ઇન સુરતના કાપડનો ઉપયોગ કરતા થયા છે. એક વર્ષ પહેલાં જ્યાં સુરત શહેરના સર્ક્યુલર નીટિંગ સેક્ટર સાથે જોડાયેલા એકમોની સંખ્યા 55 હતી, તે આજે 115ને પાર થઈ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments