Saturday, September 18, 2021
Homeગુજરાતસુરત : તાપી નદીના ઉપર વાસમાં વરસાદના કારણે જીવાદોરી નદી છલોછલ

સુરત : તાપી નદીના ઉપર વાસમાં વરસાદના કારણે જીવાદોરી નદી છલોછલ

સુરત સહિત તાપી નદીના ઉપર વાસમામં સતત પડી રહેલા વરસાદના કારણે ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા નદી બન્ને કાંઠે વહેતી થઈ છે. પાણી છોડવાના કારણે તાપી નદી પર બનાવવામાં આવેલો કોઝવે સિઝનમાં પહેલી વાર આઠ મીટરની સપાટીને પાર કરી ગયો છે. તાપી નદીમાં પાછી છોડવામાં આવતાં લાંબા સમયથી તાપી નદીમાં ભેગી થયેલી જળકુંભી દરિયામાં વહી જતાં પાલિકાનું ટેન્શન ઓછું થયું છે.

છેલ્લા કેટલાક દિવસથી સુરતમાં વરસાદ ન હોવાથી લોકો ગરમીમાં સેકાતા હતા પરંતુ હાલમાં સુરત સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો હોવાથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે. તો બીજી તરફ તાપી નદીના ઉપર વાસમાં સતત પડી રહેલાં વરસાદના કારણે ઉકાઈ ડેમનું રૂલ લેવલ વધી રહ્યું છે તેને જાળવાવા માટે ડેમમાંથી 98 હજાર ક્યુસેસ પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે તાપી નદી બન્ને કાંઠે વહી રહી છે. આ સિઝનમાં પહેલીવાર કોઝવેનું લેવલ 8 મીટરને પાર કરી ગયું છે.

કોઝવે ઓવર ફ્લો થવા સાથે તાપ નદીમાં લાંબા સમયથી જમા થયેલી જળકંભી જે પાલિકાના વોટર વર્કસ માટે જોખમી હતી તે જળકુંભી કોઝવે ઓવર ફ્લો થતાં દરિયામાં વહી ગઈ હતી. ઉકાઈ ડેમમાંથી પાણી છોડાવાવની સાથે સાથે સુરતમાં પણ ગઈ કાલથી વરસાદી મોહાલ છે તેના કારણે સુરતીઓને ગરમીથી રાહત થઈ છે. પરંતુ ઉકાઈ ડેમનું રૂલ લેવલના કારણે લોકોમાં થોડી ચિંતા થઈ રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments