સુરત : ફાયરિંગ કરી 10 હજાર રૂપિયાની કિંમતનું લેપટોપ અને 10 પેન ડ્રાઈવની લૂંટ કરી ભાગી ગયા

0
3

શહેરના પુણા ભૈયાનગરમાં ભાગ્ય લક્ષ્મી જ્વેલર્સમાં સવા મહિના પહેલા ત્રાટકેલા લૂંટારૂઓએ માલિક પર ફાયરિંગ કરી 10 હજાર રૂપિયાની કિંમતનું લેપટોપ અને 10 પેન ડ્રાઈવની લૂંટ કરી ભાગી ગયા હતા. આ કેસમાં રાજસ્થાન પોલીસે 15 દિવસ પહેલા બે લૂંટારૂઓને ઝડપી પાડયા હતા. બન્નેની પૂછપરછમાં અન્ય બદમાશો યુપીના આગ્રાના હોવાની હકીકતો મળી હતી. જેના આધારે આગ્રા પોલીસે બદમાશોને પકડવા માટે ઓપરેશન હાથ ધર્યુ હતું. જેમાં બદમાશો અને પોલીસ વચ્ચે સામ-સામે ફાયરિંગ થયું હતું.

જેમાં એક બદમાશને બે ગોળી વાગતા પોલીસના હાથે પકડાય ગયો હતો. જયારે બાકીના આરોપીઓ ભાગવામાં સફળ રહયા હતા. હાલમાં લૂંટ વીથ ફાયરિંગમાં 3 આરોપીઓ પકડાયા હતા. આગામી દિવસોમાં પુણા પોલીસ યુપી અને રાજસ્થાન ત્રણેય આરોપીઓને લેવા માટે જશે. ગ્રાહક બનીને આવેલા બે શખ્સો પૈકી એક આરોપીએ પિસ્તોલ કાઢી કાઉન્ટરની અંદર કુદીને બેગ લૂંટી લીધી હતી. માલિકે પ્રતિકાર કરતા તેને પગમાં એક ગોળી મારી લેપટોપ સહિતની લૂંટ કરી ભાગી ગયા હતા. બદમાશની ધરપકડ થતા સુરતમાં થયેલા લૂંટના ગુના ઉકેલાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here