સુરત : 70 ફુટ ઊંચા બ્રિજના પિલર ઉપર મોડી સાંજે યુવક ચઢી જતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા

0
0

ડિંડોલીના પ્રમુખ પાર્ક ખાતે આવેલ 70 ફુટ ઊંચા બ્રિજના પિલર ઉપર ગુરુવારે મોડી સાંજે એક યુવક ચઢી જતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. ફાયરના જવાનો દવારા હાઇડ્રોલિક પ્લેટફોર્મ વડે પિલર પર ચઢેલા યુવકને નીચે ઉતારવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અને 5 કલાકની ભારે જહેમત ઉઠાવી ફાયરના જવાનો યુવકને દોરી વડે સહીસલામત લઇ આવ્યા હતા અને પોલીસને સોંપી દીધા હતા.

ફાયર વિભાગના સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ ડિંડોલીના પ્રમુખ પાર્ક પાસે સીઆર પાટીલ રોડ ઉપર આવેલ 70 ફૂટના બ્રિજના પિલર ઉપર ગુરૂવારે મોડી સાંજે એક યુવક ચઢી ગયો છે. આ અંગે ફાયરબ્રિગેડને જાણ થતાં કોલ મળવાના 15 મિનટમાં ફાયરના લશ્કરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જયારે બીજી બાજુ ડિંડોલી પોલીસ પણ સ્થળ ઉપર આવી ગઈ હતી. એટલુંજ નહીં યુવક ઉપર ચઢ્યો હોવાથી ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા અને તેને જોવા માટે લોકોનું ટોળું પણ જામી ગયું હતું. ફાયર જવાનો દ્વારા યુવકને નીચે ઉતારવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

ફાયર ઓફિસરે જણાવ્યુ હતું કે યુવક બ્રિજના પિલર ઉપર ચડેલો હતો, જેથી હાઇડ્રોલિક પ્લેટફોર્મ થી તેને નીચે ઉતારવા માટેના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા. રેસ્ક્યુ દરમિયાન ફાયરના ર્ક્મચારીઓને તે પથ્થરો મારવા લાગતો હતો. આવી પરિસ્થિતિ વચ્ચે તેનું ધ્યાન ડાયવર્ટ કરવામાં આવ્યું હતું અને એક બાજુ હાઇડ્રોલિક પ્લેટફોર્મ તથા બીજી બાજુ અન્ય કર્મચારીઓ દોરી લઈને પિલર સુધી પહોંચ્યા હતા. આ રીતે 5 કલાકની જહેમત કરી ફાયરના કર્મચારીઓએ દોરી વડે યુવકને સહીસલામત નીચે ઉતારી લાવ્યા હતા તેમજ ત્યાં હાજર પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો. પુછપરછમાં યુવક 27 વર્ષીય મનુકુમાર હોવાનું જાણવા મળ્યું હતું. અને તે માનસિક સંતુલન ગુમાવી બેઠી હોય તેવું પણ જણાતું હતું. પોલીસે જણાવ્યું હતુંકે યુવકને પુછપરછ કરવામાં આવી રહી છે પણ તેની ભાષા સમઝ નહીં પડી રહી છે જેથી તેનું પૂરું નામ અને સરનામું તેમજ પરિવારજનોનો સંપર્ક થઈ શક્યું નથી,તેનું કાંઉસીલિંગ પણ કરવામાં આવી રહ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here