તલાટીઓને સોંગદનામા કરવાનો પાવર આપતાં સુરતના વકીલોએ કોર્ટ બહાર દેખાવો કરી વિરોધ પ્રદર્શિત કર્યો

0
0

ગુજરાત સરકાર દ્વારા તલાટીઓને સોગંદનામા કરવાનો પાવર આપતો હુકમ કરવામાં આવ્યો છે.જેના વિરોધમાં સુરત જિલ્લા નોટરી વેલફેર એસોસિએશન દ્વારા કોર્ટ સામે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો છે. વકીલોના હક્ક પર તરાપ મારવામાં આવી હોવાના રોષ સાથે કહેવામાં આવ્યું છે. વર્ષો બાદ તેમને આ હક્ક મળતો હોય છે. જેથી સત્તામાં ઘટાડો કરીને તેમની સાથે અન્યાય કરવામાં આવ્યો છે. જેથી રાજ્ય સરકાર સેન્ટ્રલ ગર્વમેન્ટના કાયદાની ઉપરવટ જઈને બહાર પાડેલો પરિપત્ર પરત ખેંચે. રાજ્ય સરકાર દ્વારા જે પરિત્ર બહાર પાડવામાં આવ્યો છે તેનો પણ વિરોધ કરવાની સાથે વખોડી કાઢવામાં આવ્યો છે.

સરકારને અધિકાર ન હોવા છતાં પરિપત્ર કર્યો

સુરત જિલ્લા વેલફેર એસોસિશનના પ્રમુખે જણાવ્યું હતું કે, તલાટીઓને અધિકાર આપીને નોટરીના અધિકારી પર તરાપ મારવામાં આવી છે. રાજ્યસરકારને આવો કોઈ અધિકાર જ નથી. છતા પરિપત્ર કર્યો છે જેનો અમે વિરોધ કરી રહ્યાં છીએ. આગામી સમયમાં તેના માટે ઉપર સુધી લડીશું.

તલાટી ગેઝેટેડ નથી હોતા

વિરોધ કરતાં વકીલોએ કહ્યું કે, સેન્ટ્રલ ગર્વનમેન્ટ એક્ટ સેક્શન-3 અને ઓથ એક્ટ 1969 પાવર ટુ એડમિનિસ્ટર ઓથસ સેક્સન-2 કોર્ટના અધિકારીઓને પાવર મળે છે.આમ સેન્ટ્રલ ગર્વમેન્ટ એક્ટનો કાયદો હોય પરિપત્ર બહાર પાડી શકતા નથી.ગેઝેટેડ ઓફિસર સોગંદ લેવડાવે છે. તલાટી ગેઝેટેડ ઓફિસર નથી જેથી નોટરી એસોસિએશન સખત શબ્દોમાં વખોડી કાઢે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here