સુરત : એરપોર્ટ પર રનવે સેફટી એરિયાનું મેઈન્ટેનેન્સ વર્ક હાથ ધરવામાં આવ્યું

0
0

ભોપાલથી સુરતની ફ્લાઈટ રન-વે પર ઉતરાણ કરવા જતાં સ્લીપ થઈ ગય બાદ રન-વેથી ઉતરીને સેફ્ટી એરિયામાં રોકાઈ ગઈ હોવાની ઘટના અગાઉ સર્જાઈ હતી. જેથી આવી ઘટનાનું પૂનરાવર્તન ન થાય તે માટે રનવે સેફટી એરિયાનું મેઈન્ટેનેન્સ વર્ક હાથ ધરવામાં આવ્યું છે. જેથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે કામ કરવામાં આવ્યું છે.

કામગીરી હાથ ધરાઈ
સુરત વરસાદી વાતાવરણના કારણે ઘણી વખત ફ્લાઈટને ઉતરાણ કરવામાં તકલીફ પડતી હોઈ છે. ગયા વર્ષે જ વરસાદી સિઝનમાં સુરત એરપોર્ટ પણ એક મોટો અકસ્માત થતાં અટક્યો હતો. ભોપાલથી સુરતની ફ્લાઈટ રન-વે પર ઉતરાણ કરવા જતાં સ્લીપ થઈ ગઈ હતી. જોકે, ફ્લાઈટ રન-વેથી ઉતરીને સેફ્ટી એરિયામાં રોકાઈ ગઈ હતી. જેના કારણે મોટું અકસ્માત ટળ્યું હતું. જોકે, તે સમયે વરસાદના કારણે પાયલોટે રન-વેથી 400 મીટર આગળ ફ્લાઈટને ઉતરાણ કરાવ્યું હોવાનું પણ પાછળથી તપાસમાં સામે આવ્યું હતું. આવું પુનરાવર્તન નહીં થાય તેનું ધ્યાન રાખતાં રનવે સેફટી એરિયાનું મેઈન્ટેનેન્સ વર્ક હાથ ધરવામાં આવ્યું છે.

પંપ મૂકાયા
વરસાદના કારણે રનવેની નીચેથી પસાર થતી લાઈનમાં પાણી ભરાવવાની ઘટના પણ બનતી હોઈ છે. જેના કારણે રન-વે પણ પાણી પથરાઈ જવાના કિસ્સામાં તેનું ફ્લાઈટથી વિઝન આવી શકતું નથી. આવી ઘટનાને પણ ટાળવા માટે ઓપરેશન એરિયામાં પંપ મૂકવામાં આવ્યા છે. જેથી ભવિષ્યમાં કોઈ પ્રોબ્લેમ ન સર્જાય તે માટેની કામગીરી કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here