સુરત : અન્ય રાજ્યમાંથી આવનારને ફરજીયાત 7 દિવસ હોમ ક્વોરન્ટીન રહેવા આદેશ

0
1

મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 56388 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 1140 થયો છે. ગત રોજ શહેરમાંથી 171 અને જિલ્લામાંથી 29 મળી 200 કોરોના દર્દીઓ કોરોનાને માત આપી સાજા થયાં છે. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 53828 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચૂક્યા છે. દરમિયાન આજે પાલિકા દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે કે, સુરતમાં અન્ય રાજ્યમાંથી આવનાર તમામ વ્યક્તિએ ફરજીયાત સાત દિવસ હોમ ક્વોરન્ટીન રહેવું પડશે. આ સાથે પાંડેસરા હાઉસિંગમાં શાક-ફ્રૂટ માર્કેટ સહિત દુકાનો બંધ કરાવાઈ હતી.

ઉધના ઝોનની કડક કાર્યવાહી
પાંડેસરા હાઉસિંગમાં દુકાન બંધ કરાવવામાં આવી હતી. કોરોનાનું સંક્રમણ વધતા નિર્ણય લેવામાં આવ્યો છે. શાક અને ફ્રૂટ માર્કેટ સહિત દુકાનો બંધ કરવામાં આવી છે. પાંડેસરા હાઉસિંગમાં કોરોનાની ગાઈડલાઇન્સનું પાલન કરવામાં આવતું ન હતું. જેથી ઉધના ઝોનમાં કેસ વધતા કડક કાર્યવાહી કરાઈ રહી છે.

કોરોના સંક્રમણ વધતા દુકાનો પણ બંધ કરવામાં આવી.
કોરોના સંક્રમણ વધતા દુકાનો પણ બંધ કરવામાં આવી.

સિવિલ અને સ્મીમેરમાં 21 દર્દીની હાલત ગંભીર
શહેર જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે. સાજા થનારા દર્દીઓની સંખ્યા સામે પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થતાં એક્ટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે. મંગળવારે શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 1420 થઈ ગઈ છે. સિવિલ હોસ્પિટલમાં 35 દર્દીઓ પૈકી 12 ગંભીર છે. જેમાં 1 વેન્ટીલેટર, 5 બાઇપેપ અને 6 ઓક્સિજન પર છે. સ્મીમેરમાં 14 ગંભીર પૈકી 3 બાઇપેપ અને 6 ઓક્સિજન પર છે.

પાંડેસરા હાઉસિંગમાં કોરોનાની ગાઈડલાઇન્સનું પાલન કરવામાં આવતું ન હતું.
પાંડેસરા હાઉસિંગમાં કોરોનાની ગાઈડલાઇન્સનું પાલન કરવામાં આવતું ન હતું.

નવા નોંધાયેલા કેસમાં આવેલા પોઝિટિવ
સુરત શહેર જિલ્લામાં નવા નોંધાયેલા કેસમાં સિવિલના ડોક્ટર,સ્મીમેર હોસ્પિટલમાં સ્ટાફ નર્સ અને કર્મચારી,10 વિદ્યાર્થી, ટેક્સટાઇલ, સાડી, લાકડા, કન્ટ્રકશન, કાપડ વ્યવસાયી સહિત 15 વ્યવયાસી, સાયણમાં લુમ્સ ફેકટરીધારક, કાપડ દુકાનદાર અને આનંદ મહેલ રોડના પેટ્રોલ પંપના કર્મચારી કોરોનાની ઝપેટમાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here