Tuesday, September 21, 2021
Homeસુરત : વેપારીએ ડોલરમાં ધંધો કરવાની લાલચમાં દુબઇના ઠગ વેપારીને 2 કરોડ...
Array

સુરત : વેપારીએ ડોલરમાં ધંધો કરવાની લાલચમાં દુબઇના ઠગ વેપારીને 2 કરોડ રૂપિયાનો મોકલ્યો મેદો

સિટીલાઇટના વેપારીએ ડોલરમાં ધંધો કરવાની લાલચમાં દુબઇના ઠગ વેપારીને 2 કરોડ રૂપિયાનો મેદો મોકલ્યો હતો. જેમાં ઠગે રૂપિયા ન ચૂકવતા વેપારીએ સલાબતપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. સિટીલાઈટ રોડ પર આશિર્વાદમાં રહેતા જયપ્રકાશ વિશનદાસ મોટવાનીની રિંગરોડ ટ્રેડ સેન્ટરમાં ઓફિસ છે. તે ઇમ્પોર્ટ-એક્સપોર્ટનું કામ કરે છે.

જયપ્રકાશનો ભાઈ કમલેશ ઇમ્પોર્ટ-એક્સપો્ર્ટ માટે વારંવાર દુબઈ જતો હતો ત્યારે ત્યાં તેની મુલાકાત આશિષ વશરામ મુરબીયા( વેરાવળ, ગીર સોમનાથ) સાથે થઈ હતી. આશિષ ત્યાં સ્કાઈનેટ નામની કંપની ચલાવતો હતો. આશિષે તેના મિત્ર અશોક વીશનદાસ ભરવાની( રબારીવાડ, જુનાગઢ) સાથે કમલેશ સાથે મુલાકાત કરાવી હતી. અશોકે કમલેશને કહ્યું હતું કે તે ભારતથી મેદો ખરીદે છે અને સમય પર પેમેન્ટ કરી દે છે. કમલેશે જયપ્રકાશને આ વાત કરતાં તે અશોક સાથે વેપાર કરવા તૈયાર થયો હતો.

જયપ્રકાશે અશોકને સુરતથી 2.04 કરોડ રૂપિયાનો મેદો દુબઇ મોકલ્યો હતો. અશોકે ત્યાર બાદ પેમેન્ટ આપ્યું ન હતું. આશિષને વાત કરતા આશિષે તે રૂપિયા અપાવવાના જવાબદારી લીધી હતી. પરંતુ ત્યાર બાદ પણ રૂપિયા ચૂકવ્યા ન હતા. આરોપીઓ આશિષ અને અશોકે વેપારી જયપ્રકાશ મોટવાનીને 2.04 કરોડ રૂપિયા અથવા 2.84 લાખ ડોલર આપવાનું લખાણ કરી આપ્યું હતું. વેપાર ડોલરમાં થયો હતો. ત્યાર બાદ પણ રૂપિયા આપ્યા ન હતા. તેથી જયપ્રકાશે અશોક વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ કરી હતી. કોર્ટે આરોપીઓને વળતર આપવા હુકમ કર્યો હતો. છતાં આરોપીઓએ કોર્ટનો હુકમ માન્યો ન હતો. જેના પગલે વેપારી જયપ્રકાશ મોટવાનીએ દુબઇના ઠગ વેપારી એવા આશિષ અને અશોક વિરુદ્ધ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments