સુરત : 300 કરતાં વધારે દુકાનોને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી

0
5

ફાયર વિભાગ દ્વારા મોડી રાતથી સુરતના વિવિધ ટ્રેડ હાઉસ, ટેક્સટાઇલ માર્કેટ, શોપિંગ કોમ્પલેક્સમાં ફાયર સેફ્ટીની સુવિધા ન હોય તેવી દુકાનો સીલ મારવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. અંદાજે 300 કરતાં વધારે દુકાનોને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, ગત રોજ માર્કેટ, કોમ્પલેક્સ સહિતમાં 500થી વધુ દુકાનો-આફિસો સીલ કરાઈ હતી.

દુકાનોને સીલ કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું
ફાયર વિભાગ દ્વારા છેલ્લા ઘણા સમયથી ફાયર સેફ્ટી ને લઈને ગંભીરતા દાખવવામાં આવી રહી છે. સુરત શહેરમાં સમયાંતરે આગના બનાવો બનતા હોય છે. સ્થળ તપાસ કરતા ફાયર સેફ્ટી નો અભાવ ટેક્સટાઇલ માર્કેટમાં તથા શોપિંગ મોલ માં જોવા મળતો હોય છે. આગની ઘટના બને તે પહેલા જ ફાયર વિભાગ દ્વારા શહેરની વિવિધ શોપિંગ કોમ્પલેક્સ અને ટેક્સટાઇલ માર્કેટમાં જઈને ફાયર સેફટી ના અભાવ હોય તેવી દુકાનોના માલિકોને નોટિસ પાઠવવામાં આવી હતી. નોટિસ મળવા છતાં પણ ફાયર સેફ્ટીની સુવિધા ન કરવામાં આવી હોય તેવી દુકાનોને સીલ કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું.

રાત્રીથી લઈને સવાર સુધી સીલ કરવાની કામગીરી.
રાત્રીથી લઈને સવાર સુધી સીલ કરવાની કામગીરી.

સલાબતપુરામાં ન્યુ આદર્શ માર્કેટની દુકાનો સીલ
ફાયર વિભાગ દ્વારા સલાબતપુરા વિસ્તારમાં આવેલી ન્યુ આદર્શ માર્કેટ, વેસુ ખાતે ફોનિક્ષ ટાવર અને રિંગરોડ ખાતે ટ્રેડ હાઉસમાં સીલની કામગીરી કરવામાં આવી હતી. ફાયર વિભાગ દ્વારા નોટિસ આપવા છતાં પણ દુકાનના સંચાલકો દ્વારા કરવામાં આવી ન હતી. આખરે ફાયર વિભાગની અલગ અલગ ટીમ દ્વારા જેમણે ફાયર સેફ્ટીની સુવિધા મૂકાવી ન હતી તેવી દુકાનો સીલ કરી દેવામાં આવી હતી.

સતત બીજા દિવસે ફાયર વિભાગે સપાટો બોલાવ્યો.
સતત બીજા દિવસે ફાયર વિભાગે સપાટો બોલાવ્યો.

ગત રોજ 500થી વધુ દુકાનો સીલ કરાઈ હતી
સુરત શહેરમાં ટેક્સટાઇલ માર્કેટ અને શોપિંગ કોમ્પ્લેકસમાં વારંવાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે. તેને રોકવા માટે ફાયર વિભાગ દ્વારા છેલ્લા ઘણા સમયથી પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જે અંતર્ગત ફાયર સેફ્ટીની સુવિધા વિનાના શોપિંગ કોમ્પલેક્સ વારંવાર નોટિસ પાડવામાં આવે છે. છતાં પણ વેપારીઓના ઉદાસીન વલણને કારણે આખરે ફાયર વિભાગની ટીમ દ્વારા સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજે બીજા દિવસે પણ આ કામગીરી યથાવત રહી છે. ગત રોજ 500થી વધુ દુકાનો સીલ કરાઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here