Friday, March 29, 2024
Homeગુજરાતફેસબુક પર મુદ્વા લોન અપાવવાની લાલચ આપી વકીલ સાથે રૂ. 1.25 લાખની...

ફેસબુક પર મુદ્વા લોન અપાવવાની લાલચ આપી વકીલ સાથે રૂ. 1.25 લાખની છેતરપિંડી

- Advertisement -

વેસુના એક્સક્યુલટ શોપીંગ સેન્ટરમાં ઓફિસ ધરાવતા લોન એજન્ટ ફેસબુક પર મુદ્વા લોનની પોસ્ટ અપલોડ કરી વરાછાના વકીલને તેમના ચાર અસીલના નામે લોન અપાવવાની લાલચ આપી રૂ. 1.25 લાખ પડાવી વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ ઉમરા પોલીસમાં નોંધાય છે.

વરાછા માતાવાડી સ્થિત રામકૃષ્ણ શોપીંગ સેન્ટરમાં ઓફિસ ધરાવતા વકીલ રાજેશ વિનુ વાગડીયા (ઉ.વ. 32 રહે. સી 604, એપલ એવન્યુ, યોગી ચોક, પુણા) એ સપ્ટેમ્બર 2019માં ફેસબુક પર મુદ્રા લોનની જાહેરાત જોઇ તેમાં જણાવેલા મોબાઇલ નંબર પર સંર્પક કરી હાર્દિક રમેશ વાઘાણી (રહે. 103, હરિદર્શન સોસાયટી, ડભોલી ચાર રસ્તા)ની વેસુ સિધ્ધી વિનાયક મંદિર નજીક એક્સક્યુલટ શોપીંગ સેન્ટરમાં તેની ઓફિસે મળવા ગયા હતા. જયાં હાર્દિકે મુદ્રા લોનના જરૂરી ડોક્યુમેન્ટ્સ અને મંજૂર થયેલી લોનના 4 ટકા કમિશન પેટે ચુકવવાનું કહ્યું હતું. જેથી રાજેશે તેના ચાર અસીલના નામે લોન પ્રોસેસ કરવાનું કહી હાર્દિકના બેંક ખાતામાં રૂ. 1.25 લાખ જમા કરાવ્યા હતા. ત્યાર બાદ હાર્દિકે જયસુખ પરસોત્તમ રાખોલીયાના નામે રૂ. 16.50 લાખ, રાજેસ ધનસુખ સાવલીયાના નામે રૂ. 9.50 લાખ, બિપીન હરીભાઇ ઠેસીયાના નામે રૂ. 8.75 લાખ અને રાજેશ વેલજી વેગડીયાના નામે રૂ. 8 લાખની લોન સેન્સન લેટર બતાવ્યો હતો. પરંતુ ત્યાર બાદ લોન અંગેની કોઇ કાર્યવાહી હાથ ધરી ન હતી. જેને પગલે વકીલ રાજેશ વાગડીયાએ હાર્દિક વાઘાણી વિરૂધ્ધ વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular