જાહેરાત : કોરોના પોઝિટિવ દર્દીઓના નામ સરનામાં જાહેર કરવાનું સુરત મનપાએ પણ આજથી બંધ કર્યું

0
0

સુરત. લોકડાઉન દરમિયાન પાલિકા દ્વારા કોરોના પોઝિટિવના નામો જાહેર કરવામાં આવતાં હતાં. જો કે આજથી સુરત મહાનગર પાલિકાએ પણ કોરોના પોઝિટિવ દર્દીઓના નામ-ઠામ જાહેર ન કરવાનો નિર્ણય લીધો છે. પાલિકા દ્વારા જાહેર કરાયેલી અખબારી યાદી અનુસાર ઓડિશા હાઈકોર્ટના 28મી મેના નિર્દેશ અન્વયે કોવિડ-19ના પોઝિટિવ દર્દીઓની પ્રાઈવસીનો ભંગ થતો હોય તેમાં કાયદાકીય પ્રશ્નો ઉપસ્થિત થવાની સંભાવનાને ધ્યાને લઈ આજ(પાંચમી જૂન)થી પોઝિટિવ દર્દીઓના નામ સરનામા જાહેર કરાશે નહીં.કોંગ્રેસના કોર્પોરેટર દિનેશભાઈ કાછડીયાએ જણાવ્યું હતું કે, સરકાર નીજતાના નામે અધિકારઓના લીરેલીરાં કરી રહી છે. કશું છુપાવવા માટે હવે નામ છુપાવવા પ્રયત્નો કરી રહી હોય તેવું લાગે છે.

સંબંધિત પગલાઓ અગાઉની જેમ લેવાશે

મનપાના જનસંપર્ક વિભાગ દ્વારા જાહેર થયેલી યાદી મુજબ નવા વિસ્તારોમાં વખતો વખત મળી આવતા કેસોને ધ્યાને રાખી માઈક્રો ઝોનિંગ, એક્ટિવ સ્ક્રિનિંગ અને સર્વેલન્સ અને અન્ય નિવારાત્મક પગલા સહિતની કામગીરી હાલ જે રીતે કરવામાં આવે છે તે જ રીતે ચાલુ રહેશે.

સરકાર નિષ્ફળતા છુપાવવા હવાંતિયા મારે છે

સુરત પાલિકાના કોંગ્રેસના કોર્પોરેટર દિનેશભાઈ કાછીયાએ કહ્યું કે, એક બાજુ આરોગ્ય સેતુ એપ કે જેનાથી નાગરિકોની નીજતાનાં અધિકારોનાં લીરેલીરા ઊડે .છે  તે જ નાગરિકોની નીજતા અધિકારનાં બહાને કોરોના સંક્રમિતોનાં નામો જાહેર નહીં કરવાનો આદેશ સરકાર બહાર પાડી રહી છે! કોરોના મહામારીનાં આ સમયમાં સરકારે વારંવાર બદલવા પડે તેવાં ફેસલાઓ લેવાનો વિક્રમ સર્જ્યો છે. કોરોના સંક્રમિતોનાં નામ જાહેર નહીં કરવાનાં આદેશ પાછળ નાગરિકોની નીજતાનાં બદલે પોતાની  નિષ્ફળતા છૂપાવવાનો હેતુ સરકારનો છે. નામ નહીં જાહેર કરીને સરકાર પોતાની નિષ્ફળતા છૂપાવી શકશે પણ આ મહામારીને અંકુશમાં લેવા માટે તકલીફમાં મૂકાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here