સુરતઃતક્ષશિલા આર્કેડમાં લાગેલી આગને પગલે શહેરમાં ફાયરબ્રિગેડ દ્વારા ફાયર સેફ્ટીનો ધોકો પછાડ્યો છે. ફાયર સેફ્ટી વગરની દુકાનો અને કોમ્પલેક્સને રોજે રોજ સીલ કરી દેવામાં આવે છે. જે અંતર્ગત ઉધના વિસ્તારમાં આવેલા અરિહંત કોમ્પલેક્સની 244 દુકાનો સીલ કરી દેવામાં આવતાં ફફડાટ ફેલાઈ ગઈ હતી. તમામને ફાયર સેફ્ટી ઉપલબ્ધ કરાવવા નોટિસ આપવામાં આવી છે. ફાયર સેફ્ટીના સુવિધા બાદ જ દુકાનોના સીલ ખોલવામાં આવશે તેમ સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે. ફાયર સેફ્ટીના અભાવે વરાછા બેંકને પણ સીલ કરી દેવામાં આવી છે. જેથી બેંક આવતાં લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.