સુરત પાલિકા અને પોલીસ કમિશનરે રિંગ રોડ કાપડ માર્કેટના વેપારીઓ સાથે બેઠક યોજી.

0
6

કોરોનાની વર્તમાન સ્થિતિના પગલે પાલિકા કમિશનર અને સુરત પોલીસ કમિશનર દ્વારા રિંગ રોડ વિસ્તારમાં કાપડ માર્કેટના અગ્રણીઓ સાથે મહત્વની મિટિંગ કરવામાં આવી હતી. સુરતમાં કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે માર્કેટમાં આવતા તમામ લોકો ફરજીયાત માસ્ક, હેન્ડ સેનિટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે તે માટેની સૂચના આપવામાં આવી હતી. આ સાથે જ કોરોનાના કેસોનું પ્રમાણ વધતા સુરતનો ડુમસ અને સુંવાલી બીચ સહેલાણીઓની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે.

જરૂરી સૂચનાઓ અપાઈ

સુરત પોલીસ કમિશનર અજય તોમર અને પાલિકા કમિશનર બંછાનિધિ પાની દ્વારા આજ રોજ રિંગ રોડ વિસ્તારમાં આવેલ ટેક્સટાઈલ માર્કેટના અગ્રણીઓ સાથે મહત્વની બેઠક કરવામાં આવી હતી. જે બેઠકમાં સુરતમાં પ્રવર્તમાન કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખી માર્કેટમાં આવતા લોકો ફરજીયાત માસ્ક, હેન્ડ સેનિટાઇઝર અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે તે માટેની સૂચનાઓ આપવામાં આવી હતી. સુરતમાં હાલની સ્થિતિ ખૂબ જ સારી હોવાની વાત સુરત પોલીસ કમિશનર અજય તોમરે કરી હતી.

બીચ બંધ કરી દેવામાં આવ્યાં

પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે, લોકો પોતાના નૈતિક જવાબદારી સમજે તો કોરોનાની મહામારી સામે પુરેપુરી રીતે રક્ષણ મળી શકે તેમ છે. સ્થિતિ વધુ વિકટ ના બને તે માટે લોકોએ જાતે ફરજીયાત બહાર નીકળતી વેળાએ માસ્ક, હેન્ડ સેનિટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જરૂરી છે. આ સાથે પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે, ડુમસ અને સુંવાલી બીચ પર લોકોની ભારે અવરજવર જોવા મળી રહી છે. જ્યાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઇ હાલ પૂરતા બંને બીચ બંધ કરાવી દેવામાં આવ્યા છે. તમામ બીચ પર પોલીસ જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે.