Friday, September 17, 2021
Homeસુરત : નેગેટિવ રિપોર્ટ કાંડ : જીન લેબે ગેરકાયદે સેમ્પલ મેળવ્યા અને...
Array

સુરત : નેગેટિવ રિપોર્ટ કાંડ : જીન લેબે ગેરકાયદે સેમ્પલ મેળવ્યા અને યુનિટી લેબ પર દોષનો ટોપલો ઢોળ્યો

ટેસ્ટ વિના કોરોનાનો નેગેટિવ રિપોર્ટ આપવાના ચોંકાવનારો વળાંક આવ્યો છે. જે જીન લેબે રિપોર્ટ આપ્યો હતો તેણે દાવો કર્યો હતો કે, ‘અમને યુનિટિ લેબમાંથી સેમ્પલ અને જે તે વ્યકિતના આધારકાર્ડ મળ્યાં હતા જેના આધારે ટેસ્ટ કર્યા બાદ અમે નેગેટિવ રિપોર્ટ આપ્યા છે.’ આ કેસમાં પાલિકાએ જીન લેબને નોટિસ ફટકારી ખુલાસો કરવા આદેશ કર્યો છે.

સમગ્ર રેકેટમાં સૌથી મોટો તપાસનો વિષય એ છે કે, રાજય સરકારે ડેઝિગ્નેટ કરેલી ખાનગી લેબ જ આરટીપીસીઆર રિપોર્ટ કરી શકે છે. જીન લેબની સરકારે નિયુકિત કરી છે પરંતુ જે યુનિટી લેબમાંથી સેમ્પલ મળ્યાં અને રિપોર્ટ આપવામાં આવ્યો તે લેબ ડેઝિગ્નેટેડ નથી તો યુનિટિ લેબના સેમ્પલના આધારે જીન લેબે ટેસ્ટ કેવી રીતે કર્યા અને તે લેબના રેફરન્સથી રિપોર્ટ કેવી રીતે આપ્યા? નિયમ મુજબ, ઓથોરાઈઝ કરેલી લેબે જાતે જે તે વ્યકિતના સેમ્પલ લે તો જ તેનો રિપોર્ટ આપી શકે. કોઈ પણ અન્ય લેબ સેમ્પલ લે અને તેનું ટેસ્ટીંગ બીજી લેબ કરે તે ગેરકાયદે ગણાય તેવું અધિકારી સુત્રોનું કહેવું છે.

પાલિકાએ જીનને નોટિસ ફટકારી

જીન લેબને નોટીસ ફટકારીને હકીકતલક્ષી રિપોર્ટ રજૂ કરવા સુચના આપી છે. પ્રાથમિક તપાસમાં સેમ્પલ કલેકટ થયા હોવાનું લેબનું કહેવું છે. વાસ્તવમાં કોના સેમ્પલ કલેક્ટ કર્યાં? રિપોર્ટ કેવી રીતે આપ્યો? એ વગેરેની તપાસ ચાલી રહી છે. – ડો.આશિષ નાયક, ડે.કમિશનર, હેલ્થ એન્ડ હોસ્પિટલ

યુનિટીએ સેમ્પલ મોકલ્યા હતા

જીન લેબમાં સુરતની નાની લેબના સેમ્પલ આવે છે. જેના રિપોર્ટ અમે આપીએ છીએ. યુનિટિ લેબે અમને આધારકાર્ડ સાથે ત્રણ સેમ્પલ મોકલ્યા હતા. જેનો રિપોર્ટ અમે ટેસ્ટ કરીને નેગેટીવ આપ્યો હતો. હકીકતમાં યુનિટિ લેબે મોકલેલા સેમ્પલ ખોટા હતા કે સાચા, કોના હતા તે અંગે અમે અજાણ છીએ. લેબના ચોપડે આધારકાર્ડ અને ત્રણેયના સેમ્પલ લેવામાં આવ્યા હોવાનું રેકોર્ડ પર છે. ખોટું કરવામાં જીન લેબનો રોલ નથી. – ડો. સલીલ વાણિયાવાલા, સંચાલક જીન લેબ

વચેટિયાની તપાસ જરૂરી

વચેટિયો મહેશ પરમારની પુછપરછ થાય ત્યારે જ ચોક્કસ પણે ખબર પડશે કે, તેણે રિપોર્ટરોના નામે કોના સેમ્પલ ટેસ્ટ માટે જીન લેબમાં મોકલ્યા હતાં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments