સુરત : કુખ્યાત ચિયા મલિકે રાત્રિના સમયે જાહેરમાં લોકોના ટોળા ભેગા કરી જન્મદિવસ ઉજવ્યો

0
7

સુરત શહેરમાં કાયદો વ્યવસ્થાનો ભય કોઈને રહ્યો ન હોય તેવી સ્થિતિ છેલ્લા ઘણા દિવસોથી સામે આવી રહી છે. ખાસ કરીને જાહેરમાં લોકો એકત્રિત થાય તેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સલાબતપુરા વિસ્તારમાં પણ જન્મદિવસની ઉજવણીનો વીડિયો સામે આવ્યો છે.જેમાં કુખ્યાત ચિયા મલિકે રાત્રે લોકોના ટોળા એકઠા કરીને માસ્ક વગર જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી ચીચયારી લગાવી હતી.

લોકોએ જાહેરમાં એકઠા થઈ ઉજવણી કરી નિયમોનો ભંગ કર્યો હતો.
લોકોએ જાહેરમાં એકઠા થઈ ઉજવણી કરી નિયમોનો ભંગ કર્યો હતો.

કોરોનાની ગંભીરતા ભૂલાઈ

સલાબતપુરા ખાજા નગરમાં 27 મેના રોજ જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ વિસ્તારના માથાભારે ઈસમ ચિયા મલિકના જન્મદિવસની ઉજવણી જાહેર સ્થળો પર કરવામાં આવી તેમાં 100 કરતાં વધુ લોકો એકત્રિત થયા હતા. લગભગ કોઈના ચહેરા ઉપર માસ્ક પણ જોવા મળ્યા નહીં. જે બતાવે છે કે, આ વિસ્તારના લોકો કેટલા બેજવાબદાર છે. શહેરના લોકો જાણે કોરણા અને ભૂલી ગયા હોય તેવી સ્થિતિ સર્જાઇ રહી છે.

લોકોના ટોળામાંથી કોઈએ માસ્ક પણ પહેર્યું નહોતું.
લોકોના ટોળામાંથી કોઈએ માસ્ક પણ પહેર્યું નહોતું.

રાત્રિ કર્ફ્યૂના લીરે લીરા ઉડ્યા

કોરોના રાત્રિ કર્ફ્યૂ વચ્ચે જન્મદિવસની ઉજવણી,સોશિયલ ડિસ્ટન્ટના ધજાગરા,બર્થ ડે સેલિબ્રેશનમાં હાજર લોકોના ટોળે ટોળા દેખાયા હતાં. જે સુરતમાં તમામ બાબતો સામાન્ય બની ગયું છે. ચિયા મલિકના બર્થ ડે સેલિબ્રેશનમાં મોટી સંખ્યામાં લોકો હાજર હોવા છતાં પોલીસને કેમ તેની જાણ ન થઇ તે એક મોટો પ્રશ્ન છે. એનો અર્થ એવો થાય છે કે પોલીસ દ્વારા આ વિસ્તારમાં કર્ફ્યુના સમય દરમિયાન પેટ્રોલિંગ કરવામાં આવતી નથી.

જાહેરમાં બેફામ બની ઉજવણી કરાયાનું સામે આવ્યું હતું.
જાહેરમાં બેફામ બની ઉજવણી કરાયાનું સામે આવ્યું હતું.

સખત પગલાં ન લેવાતા લોકો બેફામ

જે-તે પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પોલીસ સતર્ક થઇ ને કામગીરી ન કરતી હોવાને કારણે આ પ્રકારના દ્રશ્ય સામે આવી રહ્યા છે. કરફ્યુના સમય જો આટલી મોટી સંખ્યામાં લોકો ઘરની બહાર એકત્રિત થયા હોય અને તેની માહિતી પોલીસને ન હોય તો અનેક સવાલો રીતે જ ઊભા થાય છે. સુરત પોલીસે આવા સેલિબ્રેશનના ન થાય તેના માટે સખ્તાઇ પૂર્વકના પગલાં લેવા અનિવાર્ય છે. નહીં તો કોરોના સંક્રમણ ફરી માથું મૂકીને અનેક મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. જોકે આવા દ્રશ્યો માટે સ્થાનિક પોલીસ સ્ટેશનની નિષ્ક્રિયતા જવાબદાર છે તેવું કહેવામાં પણ કાંઈ ખોટી જણાતું નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here