સુરત : પોઝિટિવની સંખ્યા વધીને 52,578 થઈ, મૃત્યુઆંક 1137 પર સ્થિર, ડિસ્ચાર્જની સંખ્યા 51,105 થઈ, કુલ 336 એક્ટિવ કેસ

0
0

કોરોના સંક્રમણ ધીમે ધીમે ઘટી રહ્યું છે. સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે પોઝિટિવની સંખ્યા વધીને 52,578 થઈ છે. નવું મોત ન નીપજતાં મૃત્યુઆંક 1137 પર સ્થિર રહ્યો છે. શહેરમાંથી અને જિલ્લામાંથી ડિસ્ચાર્જની સંખ્યા વધીને 51,105 થઈ છે. હાલ શહેર અને જિલ્લાના મળીને કુલ 336 એક્ટિવ કેસ છે.

રત્નકલાકાર, લૂમ્સ કારખાનેદાર, વિદ્યાર્થી સહિતના સંક્રમીત

શહેરમાં બુધવારે રત્નકલાકાર, લૂમ્સ કારખાનેદાર, વિદ્યાર્થી સહિત 36 જેટલા વ્યક્તિઓ સંક્રમીત થયા છે. જેમાં સાઉથ વેસ્ટ ઝોનમાં રત્નકલાકાર, વિદ્યાર્થી, વેસ્ટ ઝોનમાં લૂમ્સના કારખાનેદાર, એલ એન્ડ ટી કર્મચારી, સેન્ટ્રલ ઝોનમાં વિદ્યાર્થીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

સાજા થનારા દર્દીઓની સંખ્યા 51 હજારને પાર

શહેર જિલ્લામાં કોરોનાને માત આપી સાજા થનારા દર્દીઓની સંખ્યા 51 હજારને પાર થઈ ગઈ છે. ગત રોજ શહેર જિલ્લામાં 72 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા કોરોનાને માત આપી સાજા થનારા દર્દીઓની સંખ્યા 51,105 થઈ ગઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here