સુરત : પાલિકા દ્વારા 3 ભાષામાં શિક્ષણ આપવાના કાર્યક્રમનું ઓનલાઈન લોકાર્પણ કરવામાં આવ્યું

0
0

સુરત મહાનગરપાલિકા દ્વારા શિક્ષણ ક્ષેત્રે લેવાયેલા ત્રણ ભાષામાં શિક્ષણ આપવાના નિર્ણયનો આજથી અમલ શરૂ કરાયો છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળ ઉચ્ચતર માધ્યમિકના વર્ગ શરૂ કરવામાં આવ્યા છે. ઉચ્ચતર માધ્યમિક માટેના કુલ 24 ક્લાસ શરૂ કર્યા છે. સુરત મહાનગરપાલિકા દેશની પહેલી એવી મહાનગરપાલિકા બની છે કે, જે ત્રણ ભાષામાં ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બાળકોને આપશે.આજે મેયરના હસ્તે ઓનલાઈન લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશીની રોનક જોવા મળી હતી.

મેયરે નવી પહેલથી વિદ્યાર્થીઓને થનારા લાભ અંગે વાત કરી હતી.
મેયરે નવી પહેલથી વિદ્યાર્થીઓને થનારા લાભ અંગે વાત કરી હતી.

સંસ્થાઓ આર્થિક સહાય આપશે
વાર્ષિક 1 કરોડ 20 લાખ જેટલો ખર્ચ થશે. ખર્ચને પહોંચી વળવા માટે શહેરના વિવિધ ઉદ્યોગોપતિઓ પાસેથી આર્થિક મદદ લેવામાં આવશે. સુરતના જાણીતા ટેક્સ્ટાઈલના ઉદ્યોગપતિ સંજય સરાઉગીએ રૂ.10 લાખ દાન આપ્યું છે. આ ઉપરાંત પાલિકા દ્વારા બનાવવામા આવેલી વિવિધ S.V.P. શહેરના ઔદ્યોગિક એકમો અને C.S.R. ફંડમાંથી આ ખર્ચ કાઢવામાં આવશે. ઔદ્યોગિક એકમો સાથે સંકળાયેલી સ્વેચ્છિક સંસ્થાઓ ઉચ્ચતર માધ્યમિકના વર્ગો ચલાવવા માટે આર્થિક રીતે સહાયરૂપ થશે.

ઓનલાઈન કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ રાજીપો વ્યક્ત કર્યો હતો.
ઓનલાઈન કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ રાજીપો વ્યક્ત કર્યો હતો.

ઓનલાઈન બાદ ઓફલાઈન શિક્ષણની તૈયારી શરૂ
મનપા કચેરી ખાતે ઓનલાઈન લોકાર્પણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં ધોરણ 11ના વિદ્યાર્થીઓ ઓનલાઈન હાજર રહ્યા હતાં. ઓનલાઈન હાજર રહેલા વિદ્યાર્થીઓમાં પાલિકાની નવી પહેલથી ખુશી સાથે ઉત્સાહનો માહોલ દેખાતો હતો. મેયર હેમાલી બોઘાવાલાએ જણાવ્યું કે, હાલ ઓનલાઈન શિક્ષણ માટેની વ્યવસ્થા કરી રહ્યા છીએ. સરકારની ગાઈડલાઈન મુજબ ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા માટે પણ તૈયારી છે. ઉચ્ચતર માધ્યમિકના બાળકોને શિક્ષણ આપવા માટે 40થી 45 જેટલા શિક્ષકોને લેવામાં આવનાર છે.હાલ હિન્દીના 3 વર્ગો,મરાઠીના 11 વર્ગો અને ગુજરાતી 10 વર્ગો સાથે ટોટલ 24 વર્ગો શરૂ કરાયા છે. જેમાં 1562 વિદ્યાર્થીઓને અભ્યાસની સુવિધા મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here