Friday, September 17, 2021
Homeસુરત : માત્ર 5 ટકા લોકોએ જ મૂર્તિ બનાવવા એડવાન્સ બુકિંગ કર્યું
Array

સુરત : માત્ર 5 ટકા લોકોએ જ મૂર્તિ બનાવવા એડવાન્સ બુકિંગ કર્યું

ઓનલાઇન અભ્યાસ કરતા બાળસ્વરૂપના શ્રી ગણેશ. - Divya Bhaskar

ગણેશ ઉત્સવને 37 દિવસ બાકી હોવા છતાં આ વર્ષે શહેરમાં માત્ર 5 ટકા લોકોએ જ મૂર્તિ બનાવવા એડવાન્સ બુકિંગ કરાવ્યું છે. દર વર્ષે મહિના પહેલાં 45 ટકા જેટલું બુકિંગ થઈ જાય છે. પહેલા કુલ 25 હજાર મૂર્તિઓ બનતી હતી, જેમાંથી 8-10 હજારનું બુકિંગ થઈ જતું હતું. જો કે, આ વર્ષે શહેરના 12 જેટલા કારખાનામાં 600થી 700 મૂર્તિનું જ બુકિંગ થયું છે.

આ ઉપરાંત કોવિડ પહેલાં શહેરમાં કુલ 70 હજાર મૂર્તિઓની સ્થાપના થતી હતી, જે ગત વર્ષે 8 હજાર આસપાસ હતી અને આ વર્ષે થોડી છૂટ મળતાં વધીને 15 હજાર થશે તેવી ગણતરી છે. બીજી બાજુ સમયનો અભાવ અને કારીગરોની અછત હોવાથી મૂર્તિના ભાવ પણ 4 ગણા થઈ શકે છે. મૂર્તિકારો અને ગણેશ ઉત્સવ સમિતિ પ્રમાણે આ વર્ષે કોવિડ પહેલાના 10 હજાર મંડળોમાંથી અડધા જ મંડળો સ્થાપના કરશે. આ ઉપરાંત મંડળોમાં આ વર્ષે આર્થિક સ્થિતિ તેમજ વિસર્જનની મુંઝવણ પણ છે.

ઓનલાઇન અભ્યાસ કરતા બાળસ્વરૂપના શ્રી ગણેશ

કોરોનાકાળમાં વિધાર્થીઓ ઓનલાઇન સ્ટડી કરતા થયા છે. તે માટે મુર્તીકાર નિરવે ઓનલાઇન સ્ટડી કરતા બુક, સ્માર્ટ વોચ,મોબાઇલ સાથેના બાળસ્વરૂપની ગણેશ પ્રતિમા બનાવી છે.

હાથમાં વેકસીન વાયલ અને ઇન્જેકશન પર સવાર બાળસ્વરૂપ ગણેશજીની પ્રતિમા બનાવી છે.
હાથમાં વેકસીન વાયલ અને ઇન્જેકશન પર સવાર બાળસ્વરૂપ ગણેશજીની પ્રતિમા બનાવી છે.

 

10 ફૂટની મૂર્તિ સામે હાલ 2.5 ફૂટના જ બુકિંગ

મૂર્તિકાર ધર્મેશ પડવાલે કહ્યું- 4 ફૂટની મંજૂરી મોડેથી મળતાં મૂર્તિ બનાવી શકાય એમ નથી. શહેરના 10-12 મૂર્તિકારો ધારે તો પણ કારખાના દીઠ 10થી 12 મૂર્તિ જ બનાવી શકે છે. દર વર્ષે ઓગસ્ટ સુધીમાં 45 ટકા જેટલું બુકિંગ થઈ જતું હતું જે હાલ 5 ટકા જ છે. મંડપ, વિસર્જન, મૂર્તિ ક્યાં સ્થાપિત કરવી તે વિશે સ્પષ્ટતા ન હોવાથી 8થી 10 ફૂટની મૂર્તિ બેસાડવાવાળા પણ 2.5 ફૂટનું બુકિંગ કરી રહ્યા છે.

મહારાષ્ટ્રમાં પણ મૂર્તિઓનું પ્રોડક્શન ઓછું થઈ ગયું

મૂર્તિકાર ચિકાભાઈએ કહ્યું- આ વર્ષે મહારાષ્ટ્રથી પણ ઓછો સ્ટોક આવશે. માટીની મૂર્તિ નાજૂક-ખર્ચાળ હોવાથી એડવાન્સ પ્રોડક્શન થતું નથી. જેથી આ વર્ષે 15થી 17 હજાર મૂર્તિ જ સ્થાપી શકાશે.

ઉત્સવ સમિતિ 200 ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવશે

ગણેશ ઉત્સવ સમિતિના પ્રમુખ અનિલ બિસ્કિટવાલાએ કહ્યું- મંડપની સાઇઝ, જગ્યા સ્પષ્ટ નથી, જેથી વિસર્જન માટે રજિસ્ટ્રેશન થયા નથી. અમે 200 ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવી રૂ. 900માં આપીશું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments