- Advertisement -
સુરતઃમજૂરા ગેટ ખાતે આવેલી ગાંધી કોલેજ ખાતેની એફઆરસી કમિટી ઓફિસ સામે વાલી મંડળ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શિક્ષણના વેપારને જડમૂળથથી ઉખેડી ફેંકવા માટે વાલીઓએ હાંકલ કરી હતી. સાથે જ એફઆરસીમાં વાલીઓને પ્રતિનિધિત્વ આપવાની માંગ કરવામાં આવી હતી.
વાલીઓની આઠ માંગો યથાવત
વાલી મંડળ દ્વારા ફી વધારો પાછો ખંચવાથી લઈને એફઆરસી શાળાઓના દરખાસ્તના તમામ દસ્તાવેજો વાલીઓને જાહેર કરવા, એફઆરસીમાં વાલીઓને પ્રતિનિધિત્વ મળે, સ્ટેશનરી યુનિફોર્મનું વેચાણ શાળા ન કરી શકે, શાળાઓમાં લાયકત વાળા શિક્ષકોની ભરતી કરવી, ઈતરપ્રવૃતિઓ મરજીયાત, બંધારણ મુજબ પ્રાથમિક શિક્ષણ ફ્રીમાં થાય, કાયદાઓનું શાળાઓ દ્વારા ઉલ્લંઘન ન કરવામાં આવે તેવી માંગ કરીને આવેદનપત્ર પણ ડીઈઓને આપવામાં આવ્યું હતું.