સુરત : દિલ્હીમાં કેજરીવાલની સત્તા પર કાપ મૂકતું બિલ લોકસભામાં પસાર થતાં વિરોધ

0
3

કેન્દ્ર સરકારે લોકસભામાં કેજરીવાલની સરકારની સત્તાઓ ઉપર કાપ મૂકવા માટે બિલ પસાર કર્યું છે. દિલ્હીમાં મુખ્યમંત્રીની સત્તામાં કાપ મૂકાતા વિરોધ થી રહ્યો છે. આમ આદમી પાર્ટી દ્વારા આ બિલનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે દિલ્હીના પડઘા સુરતમાં પણ પડી રહ્યાં છે. સુરત સહિત રાજ્યભરમાં આપના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. સુરતમાં રિંગરોડ પર આપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાળીયાની અધ્યક્ષતમાં વિરોધ કરાયો હતો.

કાળા કપડા પહેરીને આપ દ્વારા વિરોધ કરાયો હતો.
કાળા કપડા પહેરીને આપ દ્વારા વિરોધ કરાયો હતો.

આપના કાઉન્સિલરો પણ ઉપસ્થિત રહ્યા
દિલ્લી રાજ્યના ગેરબંધારણીય સરકાર (સંપાદન) અધિનિયમ, 2021ની રજૂઆત કરીને લોકશાહીની હત્યા કરવા માંગે છે. એલજીની સત્તા વધારવાના કેન્દ્ર સરકારના બિલ સામે આમ આદમી પાર્ટી દ્વારા સુરતના વનિતા વિશ્રામ ખાતે આક્રોશ પ્રદર્શન AAPના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાળીયાની અઘ્યક્ષતામાં યોજ્યુ હતું.જેમાં આપના સુરતના તમામ કોર્પોરેટર,પાટીના પદાધિકરીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.

રિંગરોડ પર આપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાળીયાની અધ્યક્ષતમાં વિરોધ કરાયો
રિંગરોડ પર આપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાળીયાની અધ્યક્ષતમાં વિરોધ કરાયો

સરકાર પર પ્રહારો કરાયા
ગોપાલ ઈટાળીયાએ કહ્યું કે, કેન્દ્ર સરકારના આ કાળા કાયદા વિરુદ્ધ મોટી સંખ્યામાં લોકોએ ગુજરાતમાં અનેક સ્થળોએ વિરોધ કર્યો અને શાંતિપૂર્ણ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. છતાં પોલીસ દ્વારા તેમને પકડી લેવામાં આવે છે. કેન્દ્ર સરકારની આ તાનાશાહી વિરુદ્ધ આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા ગુજરાતના તમામ જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here