સુરત : આવાસમાં નિંદ્રાવાન પરિવાર પર સિલિંગના પોપડા તૂટી પડતા માતા-પિતા અને માસૂમ ઘવાયા

0
0

સુરત શહેરના પાંડેસરા ભેસ્તાન આવાસમાં નિંદ્રાવાન પરિવાર પર સિલિંગના પોપડા તૂટી પડતા માતા-પિતા અને માસૂમ ઘવાયા હોવાની ઘટના સામે આવી છે. એટલું જ નહીં પણ 1 વર્ષીય માસુમ બાળકી સિયા ખાંડેને સિવિલ લાવતા મૃત જાહેર કરાઈ હોવાનું જાણવા મળ્યું છે.

7-8 વર્ષ જુના આવાસમાં વારંવાર પોપડા પડવાની ઘટના બાદ પણ બેજવાબદાર બનેલા પાલિકાના અધિકારીઓના પાપે માસુમનો ભોગ લીધો હોવાનો પરિવારે આરોપ લગાડ્યો છે. ખાડે પરિવાર ભાડા પર રહેતા હતા. માતા-પિતાને પ્રાથમિક સારવાર બાદ રજા આપી દેવાઈ પણ દીકરીના મોતથી અજાણ રખાયા હોવાનું પરિવારે જણાવ્યું છે. જોકે રવિવારની મધરાત્રે બનેલી ઘટના બાદ આવાસના લોકોમાં રોષ જોવા મળ્યો છે.

માતા-પિતા સાથે સૂતેલી બાળકી પર ભારી ભરખમ સિલિંગના પોપડા પડ્યા.
માતા-પિતા સાથે સૂતેલી બાળકી પર ભારી ભરખમ સિલિંગના પોપડા પડ્યા.

છતના પોપડા ધડાકાભેર તૂટી પડતા આખું આવાસ દોડી આવ્યું
મમતાબેન (મૃતકની ફોઇ)એ જણાવ્યું હતું કે, સિયા પ્રદીપ ખાંડે 1 વર્ષની જ હતી. રવિવારે રાત્રે ભોજન બાદ પરિવાર સૂઈ ગયુ હતું. અચાનક ભેસ્તાન સરસ્વતી આવાસના 20 બિલ્ડિંગ પૈકીના એક બિલ્ડિંગના મકાનની છતના પોપડા ધડાકાભેર તૂટી પડતા માતા-પિતા અને માસુમ બાળકી ગંભીર રીતે ઘવાયા હતા. તાત્કાલિક આખું આવાસ ભેગું થઈ ગયું હતું. તમામને કાટમાળમાંથી બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં સિયાને મૃત જાહેર કરાઈ હતી.

નાની દીકરી માતા-પિતા સાથે અને મોટી દીકરી નાના સાથે હતી.
નાની દીકરી માતા-પિતા સાથે અને મોટી દીકરી નાના સાથે હતી.

મોટી દીકરી નાના સાથે હોવાથી બચી ગઈ
વધુમાં જણાવ્યું હતું કે, ઘટના બાદ માતા આશા અને પિતા પ્રદીપને સ્મીમેરમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ રજા આપી દેવાઇ હતી. એટલું જ નહીં પણ આ ઘટનામાં એક મોટી દીકરી હર્ષિતા નીચે નાનાને ત્યાં સૂવા જતા બચી ગઈ હતી. સિયાના પિતા ટેમ્પો ચાલક હોવાનું અને માતા હાઉસ વાઇફ હોવાનું જાણવા મળ્યું છે. મૂળ એમપીના રહેવાસી ખાડે પરિવાર આઘાતમાં સરી ન જાય એ માટે માસુમ દીકરીના મોતથી અજાણ રખાયા છે. માસુમની પોસ્ટમોર્ટમ કામગીરી માટે ફોઈએ જવાબદારી ઉપાડી છે.

સિલિંગના પોપડા પડવાનો અવાજ આવતા આખું આવાસ દોડી આવ્યું.
સિલિંગના પોપડા પડવાનો અવાજ આવતા આખું આવાસ દોડી આવ્યું.

પાલિકાની બેજવાબદારીએ માસુમનો ભોગ લીધો હોવાનો આક્ષેપ
વધુમાં જણાવ્યું હતું કે, આ 4 કે 5મી ઘટના છે. પોપડા પડતા હોવાનું વારંવાર પાલિકાને જાણ કરાઈ છે છતાં કોઈ રિપેરીંગ કરતા નથી. પાલિકાની બેજવાબદારીએ માસુમનો ભોગ લીધો હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે. જેને લઈ આવાસની તમામ મહિલાઓ પોસ્ટમોર્ટમ રૂમ પર ભેગી થઈ વિરોધ કરી રહી છે. દરમિયાન મૃતકના નાનાએ જણાવ્યું હતું કે, ફરિયાદ દાખલ નહી થાય ત્યાં સુધી માસુમનો મૃતદેહ અંતિમ સંસ્કાર માટે નહીં સ્વીકારીએ.

સિલિંગના લોખંડના સળીયા બહાર આવી ગયા.
સિલિંગના લોખંડના સળીયા બહાર આવી ગયા.
વારંવાર બનતી ઘટનાને લઈને આવાસના રહિશોમાં રોષ જોવા મળ્યો.
વારંવાર બનતી ઘટનાને લઈને આવાસના રહિશોમાં રોષ જોવા મળ્યો.
બાળકીનો મૃતદેહ સ્વીકારવાનો પરિવારનો ઈન્કાર.
બાળકીનો મૃતદેહ સ્વીકારવાનો પરિવારનો ઈન્કાર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here