સુરત : છ માસમાં પેસેન્જર સુવિધામાં ત્રીજાથી 13મા નંબર પર ધકેલાયું

0
5

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ભારતના 57 ડોમેસ્ટિક એરપોર્ટ પર પેસેન્જરોને મળતી સુવિધાનો સરવે કરી રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં જુલાઇથી ડિસેમ્બર-2020ના સરવે રિપોર્ટમાં સુરત એરપોર્ટ ભારતમાં 13માં અને ગુજરાતમાં બીજા નંબરે આવ્યું છે. જોકે, જુલાઈથી ડિસેમ્બર-2020ના સરવેની સરખામણીએ ભારતમાં 10 અને ગુજરાતમાં 1 નંબર પાછળ ધકેલાયું છે.

AAI દ્વારા દર 6 મહિને આ પ્રકારનો સરવે કરવામાં આવે છે, જેમાં એરપોર્ટની 33 પ્રકારની સુવિધાથી કેટલા સંતુષ્ટ છે? તે મંતવ્યો પેસેન્જરોથી જાણીને માર્ક્સ આપાતા હોય છે. જાન્યુઆરીથી જૂન-2020ના સરવે રિપોર્ટમાં સુરત એરપોર્ટ ભારતના ત્રીજા નંબર અને ગુજરાતમાં પહેલા નંબર પર હતું. જુલાઇથી ડિસેમ્બર-2020માં સુરત એરપોર્ટ ભારતના 13માં અને ગુજરાતમાં બીજા આવી ગયું છે. તેની પાછળનું મુખ્ય કારણ સુરતીઓને એરપોર્ટ પર ટેસ્ટી જમવાનું મળી રહ્યું નથી. એટલું જ નહીં, અન્ય સુવિધાઓ પણ કારણભૂત છે.

સુરત એરપોર્ટને 5માંથી 4.65 માર્ક્સ આવ્યાં

એરપોર્ટ માર્ક્સ ગુજરાત ભારત
વડોદરા 4.77 1 4
સુરત 4.65 2 13
રાજકોટ 4.57 3 19
ભાવનગર 4.49 4 24
જામનગર 4.48 5 25
ભૂજ 4.45 6 27
પોરબંદર 4.14 7 42
કંડલા 3.8 8 50

સુરત એરપોર્ટને આ સુવિધા પ્રમાણે માર્ક્સ મળ્યાં

સુવિધા 2020 2019 વધ/ઘટ
એરપોર્ટથી જમીન સુધીની પરિવહન 4.59 4.58 0.01
પાર્કિંગ મૂલ્ય 4.52 4.35 0.17
સુરક્ષા તપાસની સંપૂર્ણતા 4.62 4.56 0.06
ફ્લાઇટની માહિતી આપતી સ્ક્રીન 4.41 4.44 -0.03
રેસ્ટોરન્ટ 3.86 4.52 -0.66
રેસ્ટોરન્ટના ભોજનનું મૂલ્યાંકન 3.73 4.46 -0.73
શોપિંગની સુવિધા 3.69 4.44 -0.75
વાઇ-ફાઇ અને ઇન્ટરનેટ એક્સેસ 4.44 4.26 0.18
વોશરૂમ કે ટોઇલેટની સ્વચ્છતા 4.59 4.52 0.07
એકંદરે સંતુષ્ટ 4.65 4.63 0.02

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here