Sunday, September 19, 2021
Homeસુરત : સિવિલના કોવિડ વોર્ડ બહાર લોકોએ રામનવમી નિમિત્તે રામધૂન કરી દર્દીઓનો...
Array

સુરત : સિવિલના કોવિડ વોર્ડ બહાર લોકોએ રામનવમી નિમિત્તે રામધૂન કરી દર્દીઓનો ઉત્સાહ વધાર્યો

હાલમાં શહેરમાં જે રીતે કોરોના કેસો વધી રહ્યા છે તે જોતા લોકોમાં હવે એક ભયનો માહોલ ફેલાયો છે. લોકોના મન ઉપર કોરોનાની માનસિક અસરો પણ જોવા મળી રહી છે.

મોટાભાગના લોકોને કોરોનાનો ડર સતાવી રહ્યો હોય છે આવા માહોલમાં લોકો સકારાત્મક વિચાર એ તે ખૂબ જરૂરી છે અને તે ઉદ્દેશ્યથી જ આજે સિવિલ હોસ્પિટલ ખાતે કોવિડ હોસ્પિટલના પટાંગણમાં દર્દીઓના સગાઓ અને તબીબી સ્ટાફ દ્વારા રામનવમી નિમિતે રામધૂન કરવામાં આવી હતી.

હાલમાં શહેરમાં જે માહોલ છે તે જોતા લોકોમાં એક ભય જોવા મળી રહ્યો છે. કોરોનાના કારણે જે રીતે લોકોના મોત થઇ રહ્યા છે અને કેસો વધી રહ્યા છે તેને લઈને લોકો ખૂબ જ ગભરાઈ ગયા છે. ખાસ કરીને માનસિક રીતે લોકો ડરી રહ્યા છે.

ડોક્ટરોના જણાવ્યા અનુસાર હાલમાં લોકોએ કોરોનાની ગાઈડલાઈન તો પાલન કરવાની જ હોય છે. પરંતુ સાથે સાથે સકારાત્મક વિચારો અને સકારાત્મક વસ્તુઓ કરવી જોઈએ. જેનાથી ભયનો માહોલ ફેલાઈ નહીં અને તેથી જ આજે રામનવમી નિમિત્તે સિવિલ કોવિડ હોસ્પિટલની બહાર ડોક્ટરો, નર્સો અને દર્દીઓના સગાવ્હાલા દ્વારા રામધુન કરવામાં આવી હતી. જેના કારણે ત્યાં ચિંતાગ્રસ્ત દેખાતા લોકોના ચહેરા પર એક સકારાત્મક ઊર્જા ફેલાય હતી અને દર્દીઓએ પણ થોડીવાર સુધી આ રામધૂન સાંભળી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments