Saturday, September 18, 2021
Homeસુરત : જાહેરમાં જ રોડ પર બ્લેડથી યુવાન પોતાનું જ ગળું કાપવા...
Array

સુરત : જાહેરમાં જ રોડ પર બ્લેડથી યુવાન પોતાનું જ ગળું કાપવા લાગતા લોકો આશ્ચર્યમાં પડી ગયા

અજાણ્યા ઇસમના હાથ પકડી બચાવવાના પ્રયાસમાં લોકો પણ મદદે આવ્યા. - Divya Bhaskar

સુરત શહેરના પાંડેસરા પ્રમુખ પાર્ક સોસાયટી નજીક એક યુવાન જાહેર રોડ ઉપર હાથમાં બ્લેડ લઈ પોતાનું જ ગળું કાપતો જોઈ લોકો આશ્ચર્યમાં પડી ગયા હતા. જોકે આવી વિચિત્ર ઘટનાની જાણ થતાં જ ટ્રાફિક વિભાગના એક LRએ TRB જવાનો સાથે દોડી જઇ યુવાનને બચાવી લીધો હતો. એટલું જ નહીં પણ તાત્કાલિક 108ને જાણ કરી ઘટના સ્થળે બોલાવી લીધા હતા. ટ્રાફિક વિભાગની જાગૃતતાને લઈ લોકોએ આભાર વ્યક્ત કરી તમામ કર્મચારીઓની પ્રશંસનીય કામગીરીને બિરદાવી હતી.

લોકોની ભીડ તમાશો જોઈ રહી હતી

અનિરુદ્ધસિંહ રાઠોડ (ટ્રાફિક વિભાગમાં LR)એ જણાવ્યું હતું કે, આજે બાટલી બોય પોઇન્ટ ઉપર ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવાની જવાબદારી નીભાવી રહ્યા હતા. ત્યારે એક એક્ટિવા ચાલક દોડીને આવ્યો હતો અને કહેવા લાગ્યો એક ઈસમ રોડ બાજુએ બ્લેડ વડે પોતાનું જ ગળું કાપવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ સાંભળી કંપારી આવી ગઈ હતી. તાત્કાલિક TRB જવાન સાથે 50 મીટર દૂર દોડીને ગયા તો એક ઈસમ લોહીલુહાણ હાલતમાં વારંવાર બ્લેડ વડે ગળું કાપી રહ્યો હતો. લોકોની ભીડ તમાશો જોઈ રહી હતી. અમે અજાણ્યા ઇસમના હાથ પકડી એને બચાવવાના પ્રયાસમાં પડી જતા લોકો પણ મદદે આવ્યા હતા.

ટ્રાફિક વિભાગના એક LRએ TRB જવાનો સાથે દોડી જઇ યુવાનને બચાવી લીધો.
ટ્રાફિક વિભાગના એક LRએ TRB જવાનો સાથે દોડી જઇ યુવાનને બચાવી લીધો.

દોરીથી હાથ પગ બાંધી યુવાનને હોસ્પિટલ ખસેડ્યો

વધુમાં જણાવ્યું હતું કે, તાત્કાલિક 108માં ફોન કરી એમ્બ્યુલન્સને બોલાવી લીધી હતી. ત્યારબાદ 108ના EMTએ પ્રાથમિક સારવાર આપવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જોકે અજાણ્યા ઇસમના હાથ છોડતાની સાથે જ એ ફરી ગળું કાપવાનો પ્રયાસ કરવા લાગ્યો હતો. જેથી દોરીથી હાથ પગ બાંધી એને પ્રાથમિક સારવાર આપી 108ની એમ્બ્યુલન્સમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો. ઘટનાને જોઈ ખૂબ જ દુઃખ થયું હતું પણ આવું કરવા પાછળનું કોઈ કારણ જાણી શક્યા ન હતા.

અજાણ્યા ઇસમના હાથ છોડતાની સાથે જ એ ફરી ગળું કાપવાનો પ્રયાસ કરવા લાગ્યો.
અજાણ્યા ઇસમના હાથ છોડતાની સાથે જ એ ફરી ગળું કાપવાનો પ્રયાસ કરવા લાગ્યો.

અજાણ્યો ઈસમ માનસિક બીમાર લાગી રહ્યો છેઃ ડોક્ટર

સિવિલના ડોક્ટરોએ જણાવ્યું હતું કે અજાણ્યો ઈસમ માનસિક બીમાર લાગી રહ્યો છે. જોકે તેના ગળાં પર ઊંડો ઘા હોવાથી પ્રથમતેની સારવાર જરૂરી છે. જેથી તેને તાત્કાલિક ઓપરેશનમાં લેવો પડે એમ છે. લોહી ઘણું વહી રહ્યું છે. લોહી વહેતુ બંધ કરી ઓપરેશન કરવું પડશે પછી આગળની તપાસ હાથ ધરાશે.

દોરીથી હાથ પગ બાંધી એને પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલ ખસેડાયો.
દોરીથી હાથ પગ બાંધી એને પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલ ખસેડાયો.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments