Saturday, April 20, 2024
Homeસુરત અગ્નિકાંડમાં ક્રાઈમ બ્રાંચને મળી સફળતા
Array

સુરત અગ્નિકાંડમાં ક્રાઈમ બ્રાંચને મળી સફળતા

- Advertisement -

સુરત તક્ષશિલા અગ્નિકાંડમાં મૃતક 22 બાળકોના વાલીઓ સતત ન્યાયની માંગણી કરી રહ્યા છે. વાલીઓ અલગ અલગ પ્રકારે કાર્યક્રમો આપીને ઘટનામાં જવાબદાર અધિકારીઓની ધરપકડ કરવાની માંગણી કરી રહ્યા છે. ઘટનાને દોઢ મહિના જેટલો સમય થવા આવ્યો. છતાં પણ મૃતક બાળકોના પરિવારજનોને ન્યાયની માંગણી માટે અલગ અલગ રીતે પ્રદર્શનો કરવા પડે છે. પોલીસ દ્વારા ઘટનામાં જવાબદાર ફાયર ઓફિસર, SMCના અધિકારીઓ, બિલ્ડીંગના સંચાલકો સહીત દસ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે હવે અમેરિકા ભાગી ગયેલા બિલ્ડરની પણ સુરત ક્રાઈમ બ્રાંચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

એક રીપોર્ટ અનુસાર તક્ષશિલા અગ્નિકાંડમાં અમેરિકા ભાગી ગયેલા બિલ્ડરની પોલીસે ઘટનાના દોઢ મહિના જેટલો સમય થવા આવ્યો ત્યારે ધરપકડ કરી. અમરિકામાં ભાગી ગયેલો બિલ્ડર સવજી પાઘડાળ સુરત આવ્યો હતો અને ક્રાઈમ બ્રાંચમાં હાજર થયો હતો. ત્યારબાદ પોલીસે તેની ધરપકડ કરી હતી. બિલ્ડરની ધરપકડ થતા પોલીસ દ્વારા અગ્નિકાંડમાં જવાબદાર 11 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે બીજી તરફ ઘટનામાં જવાબદાર નગરપાલિકાના નિવૃત અધિકારી હિમાંશુ ગજ્જર અને વિજીલન્સના અતુલ ગોલસાવાલા પણ પોલીસ પકડથી દૂર છે.

મળતી માહિતી અનુસાર બિલ્ડર સવજી પાઘડાળ અમેરીકાથી પંદર દિવસથી આવી પહેલા આવી ગયો હતો અને પોલીસથી નાસતો ફરતો હતો અને પોલીસની તપાસ પર નજર રાખતો હતો. જ્યારે પોલીસની ભીંસ વધી ત્યારે બિલ્ડર સવજી પાઘડાળ ક્રાઈમ બ્રાંચમાં હાજર થયો હતો અને ત્યારબાદ પોલીસે તેની ધરપકડ કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular