Tuesday, January 18, 2022
Homeસુરતમાં વિરોધ પ્રદર્શન કરતાં 70થી વધુની પોલીસે અટકાયત કરી, વલસાડમાં નહિવત અસર,તાપીમાં...
Array

સુરતમાં વિરોધ પ્રદર્શન કરતાં 70થી વધુની પોલીસે અટકાયત કરી, વલસાડમાં નહિવત અસર,તાપીમાં બંધને મિશ્ર પ્રતિસાદ

3 કૃષિ કાયદાઓને પરત ખેંચવાની લડાઈ લડી રહેલા 4 રાજ્યોના ખેડૂતોને દક્ષિણ ગુજરાતના ગુજરાત ખેડૂત સમાજે પણ ટેકો જાહેર કર્યો છે. આ સાથે જ ટેક્સટાઈલ ટ્રાન્સપોર્ટ અને લેબરના 3 યુનિયનોએ પણ તેમાં ટેકો આપતાં એક દિવસ કામથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે. આ સાથે વરાછા મિની બજાર પણ ખેડૂતોના સમર્થનમાં છે. બીજી તરફ ખેડૂત સમાજ ગુજરાત પ્રમુખ જયેશ પટેલને તેમના નિવાસસ્થાનેથી રાત્રે જ ડિટેઇન કરી લેવાયા હતા.જ્યારે સુરતના ઉધના અને વરાછામાં વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે.પોલીસે અલગ અલગ વિસ્તારમાંથી કુલ 70થી વધુને ડિટેઈન કર્યા છે.બીજી તરફ વલસાડ બંધની નહિવત અસર જોવા મળી છે.તાપી જિલ્લામાં બંધને મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો છે.

કોંગ્રેસના કાર્યકરો બેનરો સાથે નીકળ્યા હતા.
કોંગ્રેસના કાર્યકરો બેનરો સાથે નીકળ્યા હતા.

 

કોંગી મહિલા કાર્યકર્તાઓ સહિત અટકાયત

ખેડૂતોના આંદોલનમાં કોંગ્રેસ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. જ્યારે આજે ભારત બંધ એલાન કરાયું છે. ત્યારે સુરત શહેરના ઉધના અને વરાછાના માનગઢ ચોક ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં મહિલા કાર્યકર્તાઓ પણ જોડાઈ હતી. જોકે, પોલીસ કોંગ્રેસના કોર્પોરેટર, મહિલા કાર્યકર્તાઓ સહિતનાની અટકાયત કરી હતી.

સુરત APMC ખાતે ખેડૂત અને કોંગ્રેસનો વિરોધ

સુરત એ.પી.એમ સી. માર્કેટ ખાતે ખેડૂત અને કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. વિરોધ કરી રહેલા તમામની પોલીસે અટકાયત કરી છે. સુરત વિરોધ પક્ષના નેતાની પણ અટકાયત કરાવામાં આવી છે. પોલીસ એ.પી.એમ સી. ના કાર્યાલય સુધી પહોંચી ગઈ છે. સુરતમાં બંધને લઈ પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે.

કોંગી કોર્પોરેટર દિનેશ કાછડિયાની અટકાયત કરવામાં આવી.
કોંગી કોર્પોરેટર દિનેશ કાછડિયાની અટકાયત કરવામાં આવી.

 

કોઈપણ અફવા ફેલાવનારને બક્ષવામાં નહીં આવે: સીપી

મોડીસાંજે પોલીસે શહેરમાં 144ની કલમ લગાડી છે. સીપી અજય તોમરે જણાવ્યું હતું કે, શહેરની સુલેહ શાંતિ ન ડહોળાઇ એ માટે સવારથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. અફવા ફેલાવનાર સામે ગુનો દાખલ કરી કાર્યવાહી કરાશે.

આદર્શ ટેક્સટાઈલ માર્કેટ સામે બેનર લઈને રોડ બ્લોક કરનારી મહિલાઓની પોલીસે અટકાયત કરી હતી.
આદર્શ ટેક્સટાઈલ માર્કેટ સામે બેનર લઈને રોડ બ્લોક કરનારી મહિલાઓની પોલીસે અટકાયત કરી હતી.

 

મહિલાઓએ રોડ બ્લોક કર્યો

મહિલા કોંગ્રેસ અને યુવા કોંગ્રેસ દ્વારા આદર્શ ટેક્સટાઈલ માર્કેટ પાસે બેનર લઈને રોડ બ્લોક કરવામાં આવ્યો હતો. મહિલાઓએ બેનર સાથે રોડ પર બેસી જઈને રોડ બ્લોક કરતાં ટ્રાફિક જામ સર્જાયો હતો. આખા રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા પોલીસે તમામ મહિલાઓની અટકાયત કરી હતી. બાદમાં રોડ ખુલ્લો થયો હતો.

વલસાડ-તાપીમાં બંધની અસર નહિવત

દક્ષિણ ગુજરાતના બગીચા ધરાવતા વલસાડ અને તાપી જિલ્લામાં ભારત બંધની અસર ખાસ જોવા મળી નથી. ગણ્યા ગાંઠ્યા ખેડૂતો વિરોધ પ્રદર્શન કરતાં જોવા મળ્યાં હતાં. બજારો રોજની જેમ જ પૂર્વ વત ખુલ્યાં હતાં. ભારત બંધની અસર આ બન્ને જિલ્લાના મુખ્ય મથકો વ્યારા, વલસાડ અને વાપીમાં નહિવત જોવા મળી હતી.

વિરોધ કરી રહેલી મહિલાઓની પણ અટકાયત કરવામાં આવી.
વિરોધ કરી રહેલી મહિલાઓની પણ અટકાયત કરવામાં આવી.

પોલીસે કાર્યવાહી કરી-જોઈન્ટ સીપી

જોઈન્ટ સીપી પ્રવિણ મલે જણાવ્યું હતું કે, એપીએમસીથી પુણા પોલીસે 17, ડિંડોલી, ઉધના, લિંબાયત, ઉધના વરાછા અને સરથાણા વિસ્તારમાંથી ડિટેઈનની કામગીરી કરાઈ છે.70 જેટલા લોકોને ડિટેઈન કરાયા છે. ગેરકાયદે બંધ કરાવવા નીકળેલા વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલ બધુ ખુલ્લું છે. કોઈ જ અનિચ્છનિય બનાવ બન્યા નથી. શાંતિપૂર્ણ માહોલ સર્જાયેલો છે. અવરોધ સહિતના ગુના દાખલ કરાશે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular