સુરત : પોલીસ દ્વારા હદ વિસ્તારમાં આવતા મંદિરોના પુજારીઓ સાથે મીટિંગ કરી સાવચેતીપૂર્વક આયોજન કરવાનું કહેવામાં આવ્યું

0
6

કોરોનાના વધતા કેસો વચ્ચે આજે મહાશિવરાત્રિ છે ત્યારે શહેર પોલીસ દ્વારા જે તે પોલીસ હદ વિસ્તારમાં આવતા મંદિરોના પુજારીઓ સાથે મીટિંગ કરી સાવચેતીપૂર્વક સમગ્ર આયોજન કરવાનું કહેવામાં આવ્યું હતું.

પોલીસે મીટિંગ દરમિયાન મંદિરના પ્રબંધકોને જણાવ્યું હતું કે, સમગ્ર ઉજવણી દરમિયાન કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે. જે અંતર્ગત દર્શનાર્થે આ‌વતા શ્રદ્ધાળુઓએ ફરજિયાત માસ્ક પહેરવાનું રહેશે. એ સાથે જ મંદિરમાં હેન્ડ સેનિટાઇઝર અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન કરવાનું રહેશે. પોલીસ સ્ટેશન તરફથી કહેવાયું છે કે, જો ભીડ વધારે થયા તો પોલીસને જાણ કરી શકાશે અને પોલીસ ત્યાં આવી ભીડ કંટ્રોલ કરવામાં મદદ કરશે. કેટલાક મોટા શિવ મંદિરો બહાર પાલિકા તરફથી કોરોના ગાઇડલાઇનના બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here