સુરત પોલીસે શેરી નાટક થકી કોરોના અંગે અવેરનેસ ફેલાવી, 26 પોલીસ સ્ટેશનોના વિસ્તારમાં 500 નાટકો યોજાશે.

0
15

સુરત શહેર પોલીસ અને સુરત પર્ફોમીંગ આર્ટીસ્ટ્સ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે કોવિડ-19 બાબતે લેવાની તકેદારી માટે જનજાગૃતિ શેરી નાટક અભિયાન શરૂ કરાયું છે. કોવિડ-19ના બીજા ફેઝમાં દરેક વ્યક્તિઓ કોરોનાને લઈને જે બેદરકાર બની ગયા છે અને કેસ વધવા લાગ્યા છે તેની અવેરનેસ માટે આ અભિયાન શરૂ કરાયું છે. જેની પહેલ પોલીસ કમિશનર અજય તોમર દ્વારા કરાઈ છે. જેનો પહેલું નાટક શુક્રવારે પાંડેસરા અને ભટારમાં ભજવાયું હતું. આ માટે સ્પાની 6 ટીમ અને 3 સ્ટોરી ડિરેક્ટ કરવામાં આવી છે.

દરેક સ્ક્રીપ્ટ પર બે ટીમ કામ કરશે. એ રીતે 500 જેટલા શો કરાશે. આ નુક્કડ નાટક માટે સ્પા તરફથી લેખક, નિર્દેશક અને કો-ઓર્ડિનેટર દેવાંગ જાગીરદાર રહેશે. આ અંગે પોલીસ કમિશ્નર અજય તોમરે જણાવ્યું હતું કે આ નુક્કડ નાટક શહેરના 26 પોલીસ સ્ટેશનમાં કરાવવામાં આવશે. દરેક વિસ્તારમાં 15 જેટલા શો કરવામાં આવશે. રોજના 30 જેટલા શો કરવામાં આવશે. નુક્કડ નાટક દરમિયાન ટ્રાફિકને અડચણ ના થાય તે માટે પોલીસ અધિકારી પણ હાજર રહેશે. અને કલસ્ટર એરિયામાં વધારે નાટક ભજવાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here