સુરત : પોઝિટિવ કેસનો આંક 2855 પર પહોંચ્યો, મૃત્યુઆંક 108 અને કુલ 1909 દર્દી રિકવર થયા

0
0

સુરત. શહેરમાં 82 અને જિલ્લામાં 10 સાથે રવિવારે કોરોનાના 92 કેસ પોઝિટિવ નોંધાયા છે. પોઝિટિવ કેસોની સંખ્યા 2855 થઈ છે. રવિવારે શહેરમાં 4 જિલ્લામાં 1 મળી કોરોનાના 5 દર્દીના મોત નિપજ્યા છે. કુલ મૃતાંક 108 થઈ ગયો છે. શહેરમાંથી 59 અને જિલ્લામાંથી 11 દર્દીઓ સાજા  થતા તેમને રજા આપવામાં આવી છે. જેથી રિકવર થનાર દર્દીની સંખ્યા 1909 પર પહોંચી ગઈ છે. નવા પોઝિટિવ કેસોમાં સિવિલમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા અને કોરોનાના રિજનલ નોડલ ઓફિસર તેમજ સિવિલ હોસ્પિટલના જ અન્ય એક તબીબ અને પ્રાઈવેટ ડોક્ટર તેમજ એલઆઈસીના મુગલીસરા ખાતેના બ્રાન્ચ મેનેજરનો પણ સમાવેશ થયો છે.

સિવિલના વધુ 2 તબીબ સંક્રમિત
નવી સિવિલમાં જ ફરજ બજાવતો કોરોનાના રીજનલ નોડલ ઓફિસર સંક્રમિત થયા છે. કોરોનાની શરૂઆત થી અત્યાર સુધી તેમના માર્ગદર્શન હેઠળ જ કોરોનાના દર્દીઓને સારવાર આપવામાં આવી રહી હતી. તેમના માર્ગદર્શન હેઠળ જ આશરે 1700 થી વધુ કોરોનાના દર્દીઓ સાજા થઈ ઘરે ગયા છે. શનિવારે મોડી રાત્રે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને પણ આઈસોલેશનમાં દાખલ કરાયા છે. રવિવારે નવી સિવિલ હોસ્પિટલના વધુ એક તબીબનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. અત્યાર સુધીમાં સિવિલ હોસ્પિટલમાંથી 18 જેટલા તબીબો સંક્રમીત થયા છે .

મેડિકલ સ્ટોર સંચાલક અને તબીબ પણ ચેપગ્રસ્ત
ઉધનાના રહેવાસી મેડિકલ સ્ટોર સંચાલકનો રવિવારે રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. લિંબાયત વિસ્તારમાં ક્લિનિક ચલાવતા પ્રાઈવેટ ડોક્ટર પણ સંક્રમિત થયા છે. રવિવારે તેમનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.

સફાઈ કર્મી અને ગેસ એજન્સીના કર્મીને કોરોના
કતારગામનો હેર સલુન ચલાવતો યુવક,લિંબાયતનો ગેસ એજન્સી કર્મચારી, ઉધનાના પાલીકાના સફાઈ કર્મી, એલઆઈસીની મુગલીસરા બ્રાંચના બ્રાંચ મેનેજર સહિતના લોકોનો રવિવારે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here