Thursday, September 23, 2021
Homeસુરત : પોઝિટિવનો આંકડો 83,296 પર પહોંચ્યો, મૃત્યુઆંક 1404 થયો, એક્ટિવ કેસ...
Array

સુરત : પોઝિટિવનો આંકડો 83,296 પર પહોંચ્યો, મૃત્યુઆંક 1404 થયો, એક્ટિવ કેસ 9907 થયા

કોરોના સંક્રમણ સતત આગળ વધી રહ્યું છે. સુરત મહાનગર પાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 83,296 પર પહોંચી ગઈ છે.કુલ મોતની સંખ્યા 1404 થઈ ગઈ છે.અત્યાર સુધીમાં કુલ 71987 લોકો કોરોનાને હરાવી સાજા થઈ ચૂક્યા છે.હાલ શહેર જિલ્લામાં કુલ 9907 એક્ટિવ કેસ છે.જેમની સારવાર સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર સહિત ખાનગી હોસ્પિટલમાં તથા આઈસોલેશન સેન્ટરમાં કરવામાં આવી રહી છે.

સરકારી હોસ્પિટલમાં 1392 લોકો ગંભીર હાલતમાં
શહેરની બંને સરકારી હોસ્પિટલ સિવિલ અને સ્મીમેર મળી કુલ 1392 દર્દીઓ ગંભીર હાલતમાં સારવાર લઈ રહ્યા છે.સિવિલ હોસ્પિટલમાં 25 દર્દી વેન્ટિલેટર પર,270 દર્દી બાયપેપ પર અને 816 દર્દી ઓક્સિજન પર સારવાર લઈ રહ્યા છે.જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં 12 દર્દી વેન્ટિલેટર પર, 196 દર્દી બાયપેપ પર અને 173 દર્દી ઓક્સિજન પર સારવાર હેઠળ છે.

રજા પરથી આવનારના ટેસ્ટ ફરજીયાત
વતનમાં લાંબો સમય રહીને પરત ફરતા પોલીસકર્મીઓ, હોમગાર્ડ, એસઆરપી અને ટીઆરબીએ પોલીસ સ્ટેશનમાં હાજર થવા પહેલા કોવિડ ટેસ્ટ કરાવવાનો રહેશે. રિપોર્ટ નેગેટીવ હોય તોજ પોલીસ સ્ટેશનમાં હાજર રહેવાનું રહેશે. અત્યાર સુધી પોલીસકર્મીઓ વતનથી પરત આવી પોલીસ સ્ટેશનમાં હાજર થઈ જતા હતા. તેઓ કોવિડનો ટેસ્ટ પણ કરાવતા ન હતા. જેના કારણે અન્ય પોલીસકર્મી પણ સંક્રમણ થઈ શકે છે. આથી કોરોનાની મહામારીને ધ્યાનમાં લઈ શુકવારે સાંજે સ્પેશીયલ બ્રાંચ તરફથી તમામ પોલીસ સ્ટેશનોને આ બાબતે જાણ કરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments